પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ એપીએમસી કેમ્પસમાં શનિવારના રોજ સવારના સુમારે એકજ કોમના ઈસમો વચ્ચે જૂની અંગત અદાવતને લઇને બાઈક ઉપર આવેલા અજાણ્યા બાઇક ચાલકો દ્વારા રિવોલ્વરથી ફાયિરગ સાથેત્રિક્ષણ હથિયારો વડે બે યુવાનો ઉપર હુમલો કરાતા એકયુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનોને પાટણ ધારપુર હોિસ્પટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતા.
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે રહેતા એકજ સમાજના કુટુંબીજનોમાં જમીનના મામલો અગાઉ થયેલી બબાલની અદાવત રાખીને શનિવારના રોજ બાઈક ઉપર આવેલા કેટલાક ઇસમો દ્વારા લાભુભાઈ કમશીભાઇ દેસાઈ અને મહેશભાઇ કરમશીભાઇ દેસાઈ ઉપર હારીજ એપીએમસીના કેમ્પસમાં આંતરી રિવોલ્વરથી ફાયિરગ કરી છરી જેવા તિક્ષણ હથિયાર વડે હુમલો કરાયો હતો.
જે હુમલામાં લાભુભાઈ કમશીભાઇદેસાઈને પેટના ભાગે ગોળી વાગતા અને છરીથી કરાયેલા હુમલાના કારણે તેઆેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મહેશભાઇ કરમશીભાઇ દેસાઈને ગંભીર ઇજાઆે થતા તેઆેને તાત્કાલીક સારવાર માટે પાટણની ધારપુર હોિસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હારીજ એપીએમસીકેમ્પસમાં બનેલા બનાવના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પરિિસ્થતિ વધુ વણસે નહી તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દિધો છે. તથા હુમલો કરી બાઇક પર ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતે શનિવારના રોજ બનેલી ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જવા પામ્યો હતો. તો જમીનની અંગત અદાવતને કારણે એકજ કોમ વચ્ચે સર્જાયેલી આ બનાવને લઇને સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
તો બનાવને પગલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષાક અક્ષાયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે નજીકના કુટુંબમાં જ આ ઘટના બની હોવાથી શકમંદો વિરુધ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલુ હોવાનું જણાવી આરોપીઓને પાટણ જિલ્લાના તમામ માર્ગો પર નાકાબંધી કરીને તેઓને પકડી પાડવાના પોલીસ દવારા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું.