Patan
પાટણ (Patan)તાલુકાના માતપુર ગામની 19 વર્ષીય સગીરા સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. તેના ગામના જ શખ્સે તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ગુરુવારે પાટણના માતપુર ગામની 19 વર્ષીય સગીરા મધ્યરાત્રીએ બાથરૂમ કરવા માટે બહાર નીકળી હતી ત્યારે તેમના ગામનો શખ્સ કમલેશભાઈ કાંતિભાઈ પરમાર તેની પાસે જઈને સગીરાને કહ્યું કે હું તને પ્રેમ કરું છું મારી સાથે ચાલ આપણે લગ્ન કરી લઈએ. ત્યારે સગીરાએ ના પાડતા શખ્સે ધમકી આપી હતી.
આ પણ જુઓ : BMCએ કંગના રનૌતને ફટકારી બીજી નોટિસ
શખ્સે કહ્યું કે તું મારી સાથે લગ્ન નહીં કરે મારી સાથે નહીં ચાલે તો તારા ભાઈને જાનથી મારી નાખીસ.ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી માતપુર ગામની સીમમાં લઇ જઇ તેની સાથે અલગ-અલગ સમય 6 વાર દુષ્કર્મ આચર્યું હતું. શનિવારે બાલીસણાના પોલીસ મથકમાં કમલેશ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.