પાટણના ખાલકશાપીર રોડ પર આવેલી યશનગરની બાજુમાં આવેલી સ્વપનદીપ સોસાયટીમાં બનાવ બનવા પામ્યો હતો.
મણીલાલ છગનલાલ ડબગર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલાએ તેમના પર હુમલો કર્યો. તેમને નીચે પાડી ફન્ગોળીને ઇજા પહોંચાડી હતી. ત્યારે બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવીને બચાવ કર્યો હતો.
તો આખલાએ વ્યક્તિને શરીરમાં પીઠ પાછળ, પેટ અને પગમાં અસહ્ય ઈજા પહોંચાડી હતી.
108 એમ્બ્યુલન્સ પાટણ દ્વારા તપાસ કરતા તેઓ બીપી ના દર્દી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયા હતા.