કેનેડાની બોર્ડર (Canada) પરથી અમેરિકામાં (Canada to US) ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરતા -35 ડિગ્રી તાપમાનમાં મૃત્યુ પામેલા ચાર વ્યક્તિ ગુજરાતીઓ (Gujarati family death at Canada Border) હોવાની ચર્ચા ચાલી રહી છે. આ પરિવાર ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના પટેલ પરિવારના હોવાની ચર્ચાથી ચકચાર મચી ગઈ છે. મૃતકો અંગે હજી અધિકારીઓએ પુષ્ટી કરી નથી કે કોઇ માહિતી આપી નથી.
કેનેડામાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું
જે બાદ કેનેડામાં વસતા ગુજરાતી સમાજે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવા આ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકો અંગે ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીને આધારે તેમને કલોલના એક શકમંદ એજન્ટને પકડ્યો છે. જેની પૂછપરછ ચાલી રહી છે. અધિકારીઓએ ઓળખ છતી ન કરવા સાવચેતી રાખી છે. કારણ કે, આ સમાચારમાં કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી