Harij
શુક્રવારે હારીજ (Harij) હાઇવે પર સાંજના સમયે રંજનબેન વિજયભાઈ દેવીપૂજક બજારમાં ચાર રસ્તા પર ચાલતા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાટણ તરફથી આવી રહેલા ડમ્પર આવી રહ્યું હતું.
ડમ્પર (જીજે 13 એડબલ્યુ 9063) ચાલકે રાધનપુર હાઇવે તરફ વળાંક લેતી વખતે મહિલાને અડફેટે લીધી હતી. અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે સરકારી રેફરલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ પણ જુઓ : દિયરે સાવ સામાન્ય બાબતમાં ભાભીની કરી હત્યા
જેમને પગના ભાગે વધારે ઈજા જણાતાં વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાજર લોકોએ ડમ્પર ચાલકને હારીજ પોલીસે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.