Chanasma
ચાણસ્મા (Chanasma) તાલુકાના ફીંચાલ ગામે યુવાને ઝેરી દવા પી લેતા મહેસાણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પિતાએ આ અંગે ચાણસ્મા પોલીસને ખબર આપી હતી.
ચાણસ્માના ફીંચાલ ગામે રહેતા 29 વર્ષના જીતેન્દ્રકુમાર નાનજીભાઈ પરમારે 08/12/2020 ના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેમના ખેતરે બોરની ઓરડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.
આ પણ જુઓ : યુપીમાં પ્રદર્શન કરવા બદલ ખેડૂત નેતાઓને 50 લાખની નોટિસ ફટકારી
સારવાર અર્થે પાટણ ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે મૃતકના પિતાએ ચાણસ્મા પોલીસ મથકે જાણ કરતા વધુ તપાસપી એસ આઈ ડી.કી. ચૌધરી હાથ ધરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.