વૈશ્વિક કોરોના મહામારીના કપરા સમયમાં પાટણ શહેરની અનેક સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ દર્દીઓની વહારે આવી તેઓને મદદરુપ નિવડી હતી.
ત્યારે પાટણ શહેરની આશરો ગ્રુપ સંસ્થા દવારા પણ ધારપુર હોસપીટલ ખાતે સારવાર લઈ રહેલાં કોરોના ગ્રસ્તદર્દીઓ અને તેઓના સગા સંબંધીઓને લિંબુ શરબત- થેપલા અને ચા સહિતની વિવિધ સેવાકીય પ્રવુતિઓ કરી તેઓની વહારે આવી હતી.
ત્યારે સવાર થી લઇ રાત્રિ સુધી પ૧૦૦ લોકોને આશરો ગ્રુપ દવારા જમાડી તેઓની આંતરડી ઠારવામાં આવી હતી. જેમાં ૬પ૦ જેટલી કુંવાસીઓનો પણ જમણવાર રાખવામાં આવ્યો હતો. અને સાંજે કોવિડ ની ગાઈડ લાઈન મુજબ વારા ફરતી બોલાવી જમાડયા બાદ શીખ સુકુંન આપી આશીર્વાદ લીધા હતા.
ત્યારબાદ દવાખાનામાં સારવાર લઈ રહેલા મધ્યમ વર્ગના દર્દીઓ માટે ટિફિન અને બંગલીખાડ નાં લોકો નાં પરિવારો ને હોલ પર બોલવી જમાડયા હતા. તો ટિફિન બોકસમાં રાત્રે રસ્તા પર પોતાનું જીવન વ્યતીત કરતાં ગરીબ લોકોને પણ બેસાડીને જમાડી આશરો ગ્રુપ દવારા સેવાની સુવાસ પ્રસરાવી હતી