ACB Trap In Patan : ફરિયાદીએ પોતાની જમીનની માપણી કરાવી માંપણી સીટ મેળવવા સારૂ જિલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરી પાટણ ખાતે ઓનલાઈન અરજી કરેલ.જે અનુંસંઘાને કચેરીમાં સર્વેયર તરીકે નોકરી કરતા આક્ષેપિતને મળેલ અને આ કામ ના આક્ષેપિતે ફરિયાદીની જમીનની માંપણી કરી આપવા સારૂ ફરિયાદી પાસે લાંચ પેટે રૂપિયા ૭,૦૦૦( સાત હજાર) ની લાંચની માંગણી કરેલ હતી.

પાટણ જિલ્લા મોજણી સેવા સદન ખાતે આવેલી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાંથી સોમવારે પાટણ એસીબીની ટીમે છટકું ગોઠવી જમીન માપણી કરી આપવા માટે રૂ.7000 ની લાંચ લેતા સિનિયર સર્વેયર જયંતીભાઈ વીરસિંગભાઈ પટેલને પકડી લીધા હતા.

સરસ્વતી તાલુકાના વધાસર ગામે ફરિયાદીની જમીનમાં દબાણ થયેલું હતું એટલે જમીન માપણી કરાવી માપણી સીટ મેળવવા માટે ફરિયાદીએ જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી પાટણ ખાતે ઓનલાઇન અરજી કરી હતી. અને તેઓ સર્વેયર તરીકે નોકરી કરતા જયંતીભાઈ વીરસિંગભાઈ પટેલને મળતા તેમણે જમીનની માપણી કરી આપવા માટે ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.7000ની માગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી પાટણ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા પાટણ એસીબી પીઆઇ એમ.જે. ચૌધરીએ સોમવારે બપોરે 3:40ના અરસામાં જિલ્લા મોજણી સેવાસદન ખાતે આવેલી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાં છટકું ગોઠવી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરતાં સિનિયર સર્વેયર જયંતીભાઈ વીરસીંગભાઇ પટેલ(ઉ.55)ને રૂ. 7000ની લાંચ લેતા પકડી પાડ્યો હતો.

એસીબી પીઆઇ એમ.જે ચૌધરીએ જણાવ્યું હતું કે લાંચિયા સિનિયર સર્વેયર જે.વી પટેલની ચેમ્બરમાં સર્ચ કર્યું હતું પરંતુ કંઈ મળી આવ્યું નથી તેનું ઘર સાબરકાંઠા જિલ્લામાં આવેલું હોવાથી ત્યાંની એસીબી ટિમે તેના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024