પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા વાહનચાલકો દ્વારા અવાર નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જીને અનેક નિદોષ માનવ જીદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોય છે.
ત્યારે ગુરૂવારની મોડી રાત્રે પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ-સમી માર્ગ પર આવેલા સીએનજી પેટ્રોલ પંપ નજીકથી પસાર થઇ રહેલા ટેન્કર અને આઇસર વચ્ચેસર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિક ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. જોકે આ અકસ્માતમાં બંને ગાડીઆેના ચાલકોનો આબાદ બચાવ થતા અને એક વ્યિક્તને સામાન્ય ઇજાઆે થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ ગુરૂવારની મોડી રાત્રે હારીજ સમી હાઈવે માર્ગ પર સીએનજી પંપ નજીક પસાર થઇ રહેલ ટેન્કર સામેથી આવી રહેલ આઈસર સાથે ધડાકાભેર અથડાતા ટેન્કર રોડ પર પલટી મારી જતાં હાઇવે પરનો એક માર્ગ બ્લોક થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
આ બનાવની પોલીસ તંત્રને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી પલટી મારી ગયેલા ટેન્કરને દૂર ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હાઇવે પરનો ટ્રાફિક ખુલ્લો કરી ઈજાગ્રસ્ત બનેલા વ્યિક્તને સારવાર માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.