accident radhanpur

રાધનપુરથી મહેસાણા રોડ ઉપર આજે સવારે બનાસ નદીના પુલ ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે ઘણો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા પુલની જગ્યા ઉપર ટ્રેક્ટર અને ટ્રકે રોડ રોકતાં વાહનોની લાંબી કતારો લાગી હતી જેથી 50 થી વધારે એસ.ટી. બસો તેમજ વાહનો ફસાયા હતા. ત્યારે બસોમાં બેઠેલા પેસેન્જરો ઘણા સમયથી ટ્રાફિક હોવાથી ચાલતા નીકળી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024