Global Times

Global Times

ચીનના અખબાર ‘ધ ગ્લોબલ ટાઇમ્સ’ (Global Times) અને ‘ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન્સ’ (CICIR) દ્વારા ભારત-ચીન સંબંધો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 1,960 લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 50.7% લોકોની નજરમાં નરેન્દ્ર મોદી સરકારની છબિ સારી છે. સર્વે અનુસાર, ચીનના 51% લોકો નરેન્દ્ર મોદી સરકારના વખાણ કરે છે.

આ પણ જુઓ : Shinzo Abe : જાપાનના PM શિન્જો આબેએ આપ્યું રાજીનામું

ગ્લોબલ ટાઇમ્સ (Global Times) સર્વેમાં સમાવેશ 90% લોકો ભારતના વિરોધી સેનાની કાર્યવાહીથી સહમત થયા છે. 50% ચીનના લોકોનુ માનવુ છે કે ભારતીય અર્થવ્યવસ્થા ચીન પર વધારે આધારિત છે અને હાલમા લેવામા આવેલા પગલાથી ભારતને નુકશાન થયુ છે. જયારે, 57% ચીનના લોકોનુ માનવુ છે કે, ભારતની સેના આટલી વિકસીત નથી કે કોઇ પણ રીતે ચીનની સેનાને ટક્કર આપી શકે.

આ પણ જુઓ : CRPF જવાને દારૂના નશામાં અંધાધૂંધ ફાયરિંગ કરતા બાળકને વાગી ગોળી

સર્વે મુજબ 70% ચીનના લોકોનુ માનવુ છે કે, ભારતમા ચીનની વિરોધી વિચારધારા વધારે પ્રમાણમા છે. તેમજ 30% લોકોનુ માનવુ છે કે, આવનારા સમયમા બન્ને દેશોના સંબંધોમા સુધારે આવશે. આ સર્વેમાં ભાગ લેનારા લોકો પૈકી 48.8% લોકોના મતે રશિયા સૌથી પ્રિય પાડોશી રાષ્ટ્ર છે, જ્યારે 35.1% લોકોના મતે પાકિસ્તાન અને 26.6% લોકોના મતે જાપાન પ્રિય પાડોશી રાષ્ટ્ર છે. જ્યારે 26.4% લોકો ભારતને ચીનનું પ્રિય પાડોશી રાષ્ટ્ર માને છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024