કોવિડ-૧૯ મહામારી લોકડાઉનની ગંભીર પરીથીતીમાં આર્થિક રીતે અસહાય બનેલ પાટણ શહેરના જરુરીયાતમંદ લારીગલ્લા વાળા- નાઈ ભાઈઓ આર્થિક રીતે ફરીથી પગભર બને તે હેતુથી એકટીવ ગ્રુપ પાટણ (Active Group of Patan) તથા રીલાયન્સ ફાઉન્ડેશનનાં સહયોગથી રાશનકીટ- આત્મનિર્ભર કીટ માસ્ક તથા સેનેટાઈઝરનું વિતરણ કરી આત્મવિશ્વાસ વધારવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના આમંત્રણને માન આપી પધારેલ મહેમાનોમાં મુખ્યત્વે પાટણ જીલ્લા પંચાયત અધિકારી ડીડીઓ પારેખ- યતિન ગાંધી- ડો.જીનીયશ મોદી- કનક ભાટીયા- આશિસ ભાટીયા- એકટીવ ગૃ્રપના સલાહકાર દિલીપ પટેલ- મુકેશ દેસાઈ- એકટીવ ગૃ્રપના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ- સલાહકાર મૌલિક સુખડીયા તથા એકટીવ ગૃ્રપના સભ્યો સમયસરઉપથીત રહી કાર્યક્રમને ખૂબ જ સુંદર બનાવ્યો હતો.
- ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડના કાર્યક્રમમાં પાટણ જિલ્લાના માધ્યમિકના પાંચ શિક્ષકોને એવોર્ડ એનાયત
- ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના કર્મચારીઓને OPS મા સમાવેશ કરવા ની સત્તાવાર રીતે થયેલ જાહેરાતની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ
કાર્યક્રમનું સુંદર સંચાલન એકટીવ ખજાનચી દિનેશ દરજી દવારા કરવામાં આવેલ તથા આભારવિધી મુકેશભાઈ દેસાઈ દવારા કરવામાં આવી હતી.