Web series
અદા શર્મા ટ્રાન્સજેન્ડર પર આધારિત વેબ સિરીઝ (Web series) માં જોવા મળશે. આ વેબ સિરીઝનું નામ પતિ પત્ની ઔર પંગા છે. જેમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. જે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
અદાએ આવેબ સિરીઝને લઇ જણાવ્યું હતું કે, આવી પડકારજન્ક ભૂમિકા ભજવવાની તક મળવાથી હું સ્વયંને ભાગ્યશાળી માનું છું. આ વાર્તા એક બીજાને ખુબજ પ્રેમ કરનારા કપલની છે. લગ્ન પછી યુવકને જાણ થાય છે કે તેણે જે યુવતી સાથે લગ્ન કર્યા છે તે પહેલા એક યુવક હતી. મેં આ યુવકનું પાત્ર ભજવ્યું છે.
આ પણ જુઓ : અમદાવાદમાં કાકાના જ દીકરાએ પરિવારના સભ્યો પર કર્યો એસિડ એટેક
અદાએ વધુમાં જણાવ્યું હતું કે, હું માનું છું ત્યાં સુધી ભારતમાં આવી ભૂમિકા કોઇ અભિનેત્રીએ હજી સુધી ભજવી નથી. મને મારી કારકિર્દીમાં વિવિધ રોલ ભજવવા છે. ક્યુટ યુવતીથી લઇને ફાઇટર કમાન્ડો સુધીના દરેક રોલ મેં ભજવ્યા છે. તેને આશા છે કે તેની આ વેબ સીરીઝ ટ્રાનજેન્ડર લોકો પ્રત્યેની લોકોની નજરમાં સુધારો લાવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.