Adhik Mass

તા. ૧૮ સપ્ટેમ્બરથી એટલે કે આવતી કાલથી અધિક માસ (Adhik Mass) નો પ્રારંભ થાય છે. અધિક માસમાં જ્વેલરી, વાહન, મિલકત, ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ, કપડાં, સહિત તમામ પ્રકારની ખરીદી માટે કોઈ મનાઈ નથી. તથા મિલકત ખરીદીના સંદર્ભમાં ફક્ત કાગળ- દસ્તાવેજી કાર્યવાહી કરવાની રહેશે.

અધિક માસ (Adhik Mass) માં લગ્ન નક્કી કરવું, સગાઈ નક્કી કરવી, જમીન, મકાન- મિલકતની ખરીદી કરવાનું પણ નક્કી કરી શકાય છે. અધિક માસમાં વિવાહ, દેવસ્થાપન, યજ્ઞોપવિત, સકામ યજ્ઞા, વગેરે જેવા શુભ કાર્યો કરવા માટે શાસ્ત્રોમાં નિષેધ કરાયો છે. જો કે, આધુનિક સુખ- સુવિધાની ચીજવસ્તુની ખરીદી માટે નિષેધ અંગે કોઈ ઉલ્લેખ નથી.

આ ઉપરાંત અધિક માસ (Adhik Mass) માં આવનાર શુભ યોગમાં ખરીદી પણ કરી શકાશે

સર્વાર્થ સિદ્ધ યોગ: તા. ૯, ૨૬ સપ્ટેમ્બર, ૧, ૪, ૬, ૭, ૯, ૧૧, ૧૭ ઓક્ટોબરે આ યોગ રહેશે.આ યોગ તમામ મનોકામના પૂર્ણ કરનાર આ યોગ છે અને સર્વ કાર્યોમાં સળફતા મળે છે.

દ્વિપુષ્કર યોગ: જ્યોતિષમાં દ્વિપુષ્કર યોગનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે, આ યોગમાં કરેલ તમામ કાર્યોનું બમણું ફળ મળે છે. તા.૧૯ અને ૨૭ સપ્ટેમ્બરે આ યોગ છે.

અમૃતસિદ્ધ યોગ: જ્યોતિષ ગ્રંથોની અમૃત સિદ્ધ યોગ અંગે માન્યતા એવી છે કે, આ યોગમાં કરેલ કાર્યોનું ફળ દીર્ઘકાલીન હોય છે.

પુષ્ય નક્ષત્ર: અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર આવે છે. ૧૦ ઓક્ટોબરે રવિ પુષ્ય અને ૧૧ ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર છે. આ બંન્ને દિવસે કોઈપણ શુભ કાર્યો કરી શકાશે.

જાણો: કયા પ્રકારની ખરીદી માટે, કયો શુભ દિન

ધ્રુવ સ્થિર મુહૂર્ત: શિક્ષણ સંબંધિત ખરીદી, રોકાણ અંગેના કામકાજ, જ્વેલરી બનાવવા, શપથ ગ્રહણ અને હોદ્દો સંભાળવા માટે તા.૧૮, ૨૬ સપ્ટેમ્બર, તા. ૭,૧૫ ઓક્ટોબર અને તમામ રવિવાર શુભ

ઉગ્ર, ક્રુર મુહૂર્ત: તા. ૨૫, ૩૦ સપ્ટેમ્બર, તા. ૫, ૧૩, ૧૪, ઓક્ટોબર અને તમામ મંગળવાર શસ્ત્રની ખરીદી અને બુકિંગ કરી શકાશે.  મિશ્ર, સાધારણ મુહૂર્ત – ૨૧ સપ્ટેમ્બર, ૬ ઓક્ટોબર અને તમામ બુધવારે માંગલિક કાર્યો માટે શુભ

ચર- ચલ મુહૂર્ત: તા. ૨૦,૨૭, ૨૮, ૨૯ અને તા. ૩૦ સપ્ટેમ્બર, તા. ૧૦ ઓક્ટોબર અને તમામ સોમવાર મોટરકાર, બાઈક, સહિત વાહનની ખરીદી કે બુકિંગ માટે શુભ રહેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024