Aftab Shivdasani
કોરોનાથી ઘણા સેલિબ્રિટી સંક્રમિત થઇ ચુક્યા છે. ત્યારે હવે આફતાબ શિવદાસા (Aftab Shivdasani)ની પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેને કોરોના સંક્રમણ થતાં તે હોમ ક્વોરન્ટિન થયો છે.
આફતાબે લખ્યું હતું કે તાજેતરમાં તેને સુકી ખાંસી અને હળવા તાવ જેવા લક્ષણો જણાતાં તેણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તે તબીબોની દેખરેખ હેઠળ હોમ ક્વોરન્ટિન થયો છે. ઉપરાંત તેણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરતાં કહ્યું હતું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યાં હતાં તેઓ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. આફતાબે લોનાવલા ખાતે પોતાના એક પ્રોજેક્ટ માટે શૂટિંગ શરૂ કર્યું હતું.
આ પણ જુઓ : બાંગ્લાદેશની સેનાના પૂર્વ મેજર ડેલવર હુસૈને હિન્દુઓને આપી ધમકી
અભિનેતા ઝૈન ઈમામ પણ આફતાબ સાથે કામ કરી રહ્યો હતો તેથી તેણે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લીધો છે. હું આશા રાખું છું કે મારો રિપોર્ટ નેગેટેવિ આવે. હું તકેદારીના પગલાં લઈને ઘરથી બહાર નથી નીકળતો. મારી કેટલીક મીટિંગો નક્કી કરેલી હતી તે પણ મેં રદ્દ કરી દીધી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.