Such permission has to be taken to start a gaming zone in Gujarat

ગુજરાતમાં એમ્યુઝમેન્ટ રાઈડ્સ એન્ડ ગેમિંગ ઝોન શરૂ કરતાં પહેલાં સંચાલકે સરકારની ઓથોરિટી પાસેથી સાત પ્રકારની મંજૂરીઓ ફરજિયાત લેવાની રહેશે. રાજ્યસરકારના ગૃહવિભાગે એમ્યુઝમેન્ટ રાઈડ્સ એન્ડ ગેમિંગ ઝોન સેફ્ટી (મોડલરૂલ્સ) 2024ના સૂચિત નિયમ તૈયાર કર્યા છે અને લોકોના અભિપ્રાય લેવા માટે વેબસાઈટ પર મૂક્યા છે. 25મી જૂન સુધીમાં વાંઘા-સૂચનો આવી ગયા પછી આ ડ્રાફ્ટને નિયમોમાં પરિવર્તિત કરીને જાહેર કરવામાં આવશે. 

પોલીસ કમિશનર અને જિલ્લા મેજીસ્ટ્રેટને નિયમો બનાવવાની સત્તા

ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 હેઠળ પોલીસ કમિશનર તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેમના દ્વારા આ નિયમોને આખરી કર્યા બાદ પ્રસિદ્ધિ કરવામાં આવશે. રાજ્યના ગૃહવિભાગે લાયસન્સ આપવાના ધોરણો અને શરતોનો પણ ઉલ્લેખ કર્યો છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમિંગ ઝોનને શહેરોમાં પોલીસ કમિશનર અને અન્ય સ્થળોએ જિલ્લા મેજીસ્ટ્રેટ પરવાનગી માટેનું લાયસન્સ આપશે જેમાં સમયમર્યાદા નિયત કરવામાં આવશે. તહેવારોના સમયે આનંદમેળા સહિતના મનોરંજન સ્થળોએ મર્યાદિત સમય માટે લાયસન્સ એનાયત કરાશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં વસાવવામાં આવેલી રાઈડ્સ માટેના અલગ નિયમો ઘડવામાં આવ્યા છે અને સંચાલકે તેનું પાલન કરવાનું રહેશે. સમારકામ અને જાળવણીની કામગીરીનું મોનિટરીંગ કરાશે.

લાયસન્સ માટે 10 હજારની ફી સૂચિત કરવામાં આવી 

મનોરંજન માટેની રાઇડ્સમાં વ્યક્તિઓને બેસાડવાની ક્ષમતા પણ ચકાસવામાં આવશે ત્યારબાદ મંજૂરી અપાશે. એમ્યુઝમેન્ટ રાઇડ્સમાં ત્રણ મહિનાથી વધુ સમય માટે ઈન્સ્ટોલેશન, ઓપરેશન લાયસન્સ અને રિન્યૂઅલ લાયસન્સ એમ પ્રત્યેક માટે 10 હજારની ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે ગેમિંગ ઝોન માટે લાયસન્સ ફી અને રિન્યૂઅલ લાયસન્સ માટે 10 હજારની ફી સૂચિત કરવામાં આવી છે. 

મંજૂરી વિના ગેમિંગ ઝોન અને અન્ય ઈન્ડોર એક્ટિવિટી શરૂ નહી કરી શકાય 

ગેમિંગ એક્ટિવિટીમાં 56 બાબતોને આવરી લેવાઈ છે. બંને એક્ટિવિટી માટે સંચાલકે પોલીસ અને ફાયરના નંબરો પ્રદર્શિત કરવા સાથે 10 પ્રકારની જરૂરિયાતો મુલાકાતીઓ માટે પુરી કરવી પડશે. મહત્વનું છે કે કોઈપણ સંચાલક પોલીસ કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરી વિના ગેમિંગ ઝોન અને અન્ય ઈન્ડોર એક્ટિવિટી શરૂ કરી શકશે નહી. 

ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફિટ રાખવી ફરજિયાત

મનોરંજન અને ગેમિંગ ઝોનમાં ફાયર સેફિટ, ઈલેક્ટ્રિકલ સેફિટ રાખવી ફરજિયાત બનશે. ઓથોરિટીની પૂર્વ મંજૂરી વિના ગેમિંગ ઝોન કે એમ્યુઝમેન્ટ પાર્કમાં મોડિફિકેશન થઈ શકશે નહીં. ડિઝાઈન, ઈન્સ્ટોલેશન અને ઓપરેશન વગેરે માટેની જરૂરિયાતો પૂરી કરવી પડશે.

એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમિંગ ઝોન માટે ઇન્સ્પેક્શન કમિટી બનશે

ગુજરાતના – ગૃહ વિભાગે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમિંગ ઝોન માટેના નિયમોની રચના કરી છે જેમાં સિટી રાઈટ સેફૂિટ ઇન્સ્પેક્શન કમિટીની રચના પર વધારે ભાર મૂક્યો છે.

પ્રવેશવાના અને બહાર નિકળવાના રસ્તા અલગ

મનોરંજનની પ્રત્યેક ઈમારતમાં પ્રવેશવાના અને બહાર નિકળવાના રસ્તા અલગ રાખવા પડશે. લાયસન્સ સહિત મુલાકાતીઓને સંચાલકે મેળવેલી તમામ મંજૂરીઓ પ્રદર્શિત કરવાની રહેશે. 

મનોરંજન રાઇડ્સ-ગેમિંગ ઝોન માટે આવશ્યક્તાઓ

  • પ્રવેશ દ્વારે બોર્ડ લગાવીને ગુજરાતી અને અંગ્રેજીમાં વિગતો
  • સંપર્ક સાથે લાયસન્સ ઓર્થોરિટી અને નામ-સરનામું સંપર્ક
  • લાયસન્સની માન્યતા તારીખ અને ફાયર એનઓસીની માન્યતા દર્શાવવી
  • છેલ્લી તપાસ અને મોકડ્રીલની વિગતો
  • છેલ્લા બે વર્ષમાં બનેલી પ્રતિકૂળ ઘટનાઓની વિગતો
  • પરિસરની ક્ષમતા ખાસ દર્શાવવી પડશે
  • લાયસન્સ, મંજૂરી, પ્રમાણપત્રો, બીયુ, બાંધકામ સહિતની વિગતો
  • બાંધકામમાં વપરાતી સામગ્રી અગ્નિ પ્રતિરોધક રાખવી પડશે
  • ફાયર હાઈડ્રેન્ટ, સ્પ્રિંકલર સિસ્ટમ સ્થાપિત કરવાની રહેશે
  • કેન્દ્રીય ફાયર એલાર્મ સિસ્ટમ હોવી જોઈશે
  • પરિસરમાં પ્રવેશ અને બહાર નિકળવાના માર્ગ હોવા જોઈશે
  • દરેક માળ માટે સંખ્યા નિર્ધારણ કરાશે, ફાયર સુવિધા જરૂરી
  • ગેમિંગ ઝોન કે એમ્યુઝમેન્ટ પરિસરમાં રસોઇ બનાવવાની મંજૂરી નહીં મળે
  • ગેમિંગ ઝોનમાં અપેંગ લોકો માટે સુલભ ડિઝાઇન કરવી પડશે
  • શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડશે
  • સુસજ્જ પ્રાથમિક સારવાર કેન્દ્રની આવશ્યકતા
  • મકાન સેવા અને ઇલેક્ટ્રિકલ ઈન્સ્ટોલેશન બરાબર હોવું જોઈએ
  • ઈમરજન્સી પાવર બેકઅપની સુવિધા
  • બંને પાર્કમાં રાઈડ્સનું સરકારની સમિતિ દ્વારા ઈન્સ્પેક્શન થશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ્સનું ઇન્ટ્રોલેશન માટે મંજૂરી જોઇશે
  • ઓપરેશન માટે વેલિડ લાયસન્સ મેળવવું જરૂરી બનશે
  • વીજકરંટ માટે પેટ્રોલ-ડીઝલ એન્જિનને મંજૂરી નહીં મળે
  • ફાયર સેફ્ટિ અને બિલ્ડીંગ ઓક્યુપન્સી સર્ટિફિકેટ જરૂરી છે
  • બુકિંગ વિન્ડો નજીક લાયસન્સ પ્રદર્શિત કરવાનું રહેશે.
  • ઈમરજન્સી એક્ટિઝ રૂટને યોગ્ય રીતે દર્શાવવા પડશે
  • મેજર અને માઇનોર રાઇડ્સ માટેના નિયમો અલગ છે
  • તમામ ફ્લોરિંગ સ્લિપ પ્રતિરોધક હોવું જોઈએ
  • જોખમી પદાર્થોના ઉપયોગ અને સંગ્રહ માટે પેટ્રોલિયમ અધિનિયમ હેઠળ NOC
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024