pulses

દેશમાં મોંઘવારીના કારણે શાકભાજી બાદ હવે કઠોળ (pulses) ના ભાવમાં ઉછાળો થયો છે. તો સામાન્ય માણસ માટે કઠોળના ભાવમાં પણ વધારો થતાં જીવવુ મુશ્કેલ બન્યુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની તુલનામાં આ વર્ષે કઠોળના ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. કઠોળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

જો કે, લોકડાઉન થયા પછી કઠોળ (pulses) ના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. તેની શરૂઆત દાળથી થાય છે. બજારમાં દાળનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો ચણાની દાળના ભાવ વધી રહ્યા છે. આ બાદ તેની અસર મગની દાળ, અડદની દાળ પર પડશે. તેમજ બજારમાં અડદ દાળ 80 થી 90 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. જો કે, વેપારીઓ કહે છે કે કોરોના સમયગાળામાં નબળા ઉત્પાદનને લીધે કઠોળના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે દેશમાં તહેવારોની સીઝનની શરૂઆત સાથે જ કઠોળ (pulses) ના ભાવમાં વધારા અંગેની પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયનું કહેવું છે કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તથા દરરોજ તમામ પ્રકારના કઠોળના ભાવ ઉપર નજર રાખવામાં આવી રહી છે. અત્યારે કઠોળના ભાવ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

આ ઉપરાંત દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી કઠોળના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શાકભાજીના ભાવો આસમાનને પોહ્ચ્તા લોકો કઠોળ તરફ વળે છે આમ કઠોળની જરૂરિયાત વધે છે. ગૃહિણીઓ માટે રોજબરોજની થાળીમાં શું પીરસવુ તે વિકટ સમસ્યા બની રહી છે. તેમજ વેપારીઓ આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે.

તો બીજી તરફ દુકાનદારોનું કહેવું છે કે મોંઘવારી તેમને પણ નડી રહી છે. વેપારીઓ કહે છે કે ચણાની દાળના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે તેના ભાવમાં વધારો થયો છે. તથા જૂનો સ્ટોક સમાપ્ત થવો ફુગાવા માટેનું એક કારણ હોઈ શકે છે. દુકાનદારોના મતે નવી ખરીદી મોંઘી થઈ રહી છે, તેથી મગ, અડદ અને ચણાની દાળના ભાવ વધી રહ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024