લાખણીની મડાલ પીએચસી પર રસીનો બીજો ડોઝ લીધી હોવાનો એસએમએસ સ્થાનિક સરપંચને મળતા પરિવારજનો સહિત ગ્રામજનો આશ્ચર્યમાં મુકાઈ જવા પામ્યા હતા.
૬પ દિવસ પહેલા મોતને ભેટી ગયેલા મડાલગામના વૃદ્ઘએ લાખણીની મડાલ પીએચસી પર રસીનો બીજો ડોઝ લીધો હોવાનો એસએમએસ સ્થાનિક સરપંચને મળતા પરિવારજનો સહિત ગ્રામજનો આશ્ચર્યમાં મૂકાયા છે. કોરોના મહામારીમાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા રસી લોકોને મદદરૂપ બની રહે છે. તેવામાં થરાદ અને લાખણી વિસ્તારમાં આરોગ્યની કામગીરી પર સવાલ ઉભા કરતી ઘટના મડાલ ગામમાં સામે આવી હતી.
૬૩ વર્ષના મડાલ ગામે રહેતા રાયચંદ કાલાભાઈ વાલ્મકીનું ર મહિના પૂર્વ ૩ એિપ્રલના રોજ નિધન થયું હતું. જેમણે કોરાનાની રસીનો બીજો ડોઝ ૯ જૂન ર૦ર૧ના રોજ અપાઈ ગયાનો મેસેજ ગામના સરપંચ હેમીબેન શાંતિજી મકવાણાના મોબાઈલ નંબર પર આવતા આખો મામલો સામે આવ્યો હતો.
એિપ્રલમાં ગુજરી ગયેલા ઘરના મોભીની વિદાય બાદ પરિવાર શોકમગ્ન હતો. તેમના નિધનના ૬પ દિવસ બાદ અચાનક સરપંચ અને પરિવારને આ બાબતની જાણ થતાં તંત્રની પોલ છતી થઈ હતી.આ બાબતે લાખણી આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા તેમણે આેપરેટરની ભૂલથી એન્ટ્રી થઈ