Ahmadabad

  • અમદાવાદ (Ahmadabad) શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં એક મિત્રએ પોતાના મિત્ર પર જ જીવલેણ હુમલો કર્યો છે.
  • પોતાની પત્નીને લેવા વિરમગામ જવાનું હોવાથી યુવકે તેના મિત્રને સાથે આવવા કહ્યું હતું.
  • તો મિત્રએ નહાઈને જઈએ તેમ કહેતા યુવકને ખોટું લાગ્યું હતું.
  • તેમજ થોડીવાર બાદ અન્ય લોકો સાથે ઝઘડીને આવેશમાં આવી જઈને છરીથી હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.
  • આ સમગ્ર બાબતે સોલા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
  • અમદાવાદ (Ahmadabad) શહેરના સોલાના ચાણક્યપુરીમાં માંગીરાય ચૌધરી તેના પરિવાર સાથે ભાડે રહે છે.
  • માંગીરાય ચૌધરી મંગળવારે સવારે તેની પત્નીને ભાઈના ત્યાં મુકવા ગયો હતો.
  • તો સોલાબ્રિજ નીચે પેટ્રોલ પૂરું થઈ જતા તે વાહન લઈને પરત આવતો હતો.
  • ત્યારે રસ્તામાં તેનો મિત્ર રાકેશ ઉર્ફે રાકલો મળ્યો હતો.
  • રાકેશએ માંગીરાય ચૌધરીને કહ્યું કે, તેની પત્ની રિસાઈને પિયર વિરમગામ ગઇ છે તો તેને જઈને લઈ આવીએ.
  • ત્યારે માંગીરાવએ કહ્યું કે, તે ન્હાયો નથી તો નહાઈને જઈએ. આ વાત સાંભળીને રાકેશ થોડીવાર ત્યાંથી જતો રહ્યો હતો
  • તથા રાકેશ અન્ય લોકો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને આવેશમાં આવી ગયો હતો.
  • આ ગુસ્સાના આવેગમાં જ્યારે માંગીરાવ ફોન પર વાત કરતો હતો ત્યારે અચાનક રાકેશે આવીને પેટના ભાગે છરી મારી દીધી હતી.
  • જોકે માંગીરાવને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો.
  • આ અંગે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી તો ત્યાં ઝાડમાંથી છરી કાઢીને મારી હોવાનું સામે આવ્યું હતું.
  • સોલા પોલીસે રાકેશ સામે હત્યાની કોશિશ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024