AHMEDABAD
અમદાવાદ (AHMEDABAD) ના વસ્ત્રાલમાં રહેતા અભયસિંહ ચૌહાણ નર્મદા એપાર્ટમેન્ટ પાસે પાર્લર ધરાવે છે. તેમના પાર્લરની નજીકના મેદાનમાં પાંચથી સાત લોકો ટોળે વળીને અંદરોઅંદર ગાળો બોલી રહ્યા હતા. પાર્લર પર મહિલા ગ્રાહકો વધારે આવતા હોવાથી તેમણે ગાળો ન બોલવાનું કહીને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું હતું.
આટલું કહેતા બેથી ત્રણ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. જેમાંથી જીતુ નામના ઈસમ કમરેથી છરી કાઢીને વીંઝતા ફરિયાદીને ચાર ઘા વાગી ગયા હતા. આ દરમિયાન ફરિયાદીનો મિત્ર વીરુ પણ તેમને બચાવવા માટે આવતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. બાદમાં ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસનાા લોકો એકઠા થઈ જતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ પણ જુઓ : પત્ની સાથે નીકળેલા કૉન્સ્ટેબલનું અકસ્માતમાં મોત
ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.