Airport authority building

એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે અમદાવાદના એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડિંગ (Airport Authority building) સીલ કરવામાં આવી છે. જાણકારી મુજબ એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડિંગનો 1.73 કરોડનો ટેક્સ બાકી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડિંગ (Airport Authority building)નો વર્ષ 2018થી 2020નો કુલ ટેક્સ 1.73 કરોડની આસપાસ થાય છે, જે ઓથોરિટી દ્વારા ભરવામાં આવ્યો નથી. જેના કારણે અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલી એરપોર્ટ ડાયરેક્ટરની ચાર માળની સમગ્ર બિલ્ડિંગ જ સીલ કરી દેવામાં આવી છે. વર્ષ 2018થી 2020નો એરપોર્ટ ડાયરેક્ટરની ઓફીસનો ટેક્સ ચુકવવામાં આવ્યો ન હોવાથી અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024