PSI
કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. જયારે ગુજરાતમાં કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે, તો તેવામાં અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયર્સનું નિધન થયુ છે. કોરોના વોરિયર્સ PSI એ.એન. ભટ્ટ કોરોના સામે જંગ હારી ગયા.
નરોડા પોલીસ મથકના PSI તરીકે ફરજ બજાવી રહેલા એ એન ભટ્ટનુ 57 વર્ષની ઉમરે નિધન થયુ છે. જો કે, PSI એ.એન. ભટ્ટ 12 સપ્ટેમ્બર સુધી ડ્યુટી પર હતા. આ દરમિયાન તેઓને તાવ આવ્યો હતો. તો 13 સપ્ટેમ્બરના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. પરંતુ આ સમય દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી.
તબિયત વધુ ખરાબ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો અહી પણ તેઓની તબિયત વધુ લથડતા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અને આજે આ સારવાર દરમિયાન તેઓનું નિધન થયુ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.