દારૂબંધીને કારણે અનેક બાબતો સામે આવતી હોય છે પણ અમદાવાદમાં દારૂને લઈને એવી ઘટના બની જેનાથી સંબંધો પર માઠી અસર પડી. દારૂ પીવાની લતે પુત્ર ચઢી જતા પિતા સાથે બબાલ કરનાર આ પુત્રને તેઓએ ફટકાર્યો.જેમાં પિતા એ જ પુત્રની હત્યા કરી દેતા બીજા પુત્રએ પિતા સામે ફરિયાદ કરી છે.
શહેરમાં સંબંધોની હત્યા થઈ હોવાની એક ઘટના સામે આવી છે. દારૂડિયા પુત્રની પિતાએ હત્યા કરી નાખી છે. સમાજમાં દારૂ પીવો પ્રતિબન્ધ હોવા છતાંય પુત્ર દારૂડિયો બની ગયો હતો અને પિતા સાથે બબાલ કરતા માર મારતા પુત્રનું મોત થયું હતું. જે ઘટનામાં હાલ સરદાર નગર પોલીસે કનુભાઈ ભરવાડ નામના પિતાની પુત્રની હત્યા બાબતે અટકાયત કરાઈ છે.
આરોપી કનુ ભરવાડે અન્ય કોઈની નહિ પણ તેમના જ પુત્ર ભવાન ભરવાડની હત્યા કરી હોવાનો આરોપ છે. આ ઉંમરે સુખદુઃખના દિવસો પુત્રો સાથે વિતાવવાની જગ્યાએ એક દારૂ પીવાની બાબતમાં ઝગડો થતા પુત્રની હત્યાના ગુનામાં ફસાઈ ગયા અને હાલ આ કનુભાઈ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.
મૃતક ભવાન ભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને પત્ની સાથે મનદુઃખ થતા પત્ની પણ પિયરમાં ગઈ હતી. દારૂ પીવાની ભરવાડ સમાજમાં મનાઈ હોવા છતાંય મૃતક દારૂ પીવાની લતે ચઢી ગયો હતો અને પિતા સાથે અવાર નવાર ઝગડા કરતો હતો. ગઈકાલે પણ આવું જ કંઈક બન્યું હતું અને પિતાએ ઝગડો થતા પુત્રને ફટકાર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું.
આ અંગે કનુભાઈના બીજા પુત્રએ જ તેમની સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ઘટના બનતા જ ફરિયાદી પુત્રએ પિતા ને જેલ હવાલે જોવાનો વારો તો આવ્યો જ પણ ભાઈને ખોવાનો પણ વારો આવ્યો એ પણ એક દારૂની બાબતમાં. ત્યારે દારૂ હકીકતમાં એક દુષણ છે તે ફરીએક વાર આવી ઘટના પરથી સાબિત થાય છે.