Ahmedabad

Ahmedabad

અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે એક કરોડ રૂપિયા MD ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ (CTM) પાસેથી ચાર આરોપીની અટકાયત કરી હતી. ડ્રગ્સની ડિલિવરી ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખી કરાતી હતી. પોલીસકર્મીની પણ ધરપકડ કરાઈ. ફિરોઝ એએસઆઈ (ASI) તરીકે અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

આ પણ જુઓ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફરીથી AIIMSમાં દાખલ કરાયા

આરોપીઓ મુંબઇથી ડ્રગ્સ લાવતા હતા. ઝડપાયેલા પૈકીનો મુખ્ય બદમાશ શહેઝાદ છે. જેની ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ સાથે વર્ષ 2019માં ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી એક આરોપી શહેઝાદે વર્ષ 2017માં ધારાસભ્યની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. ડ્રગ્સની હેરાફેરી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનના ASI ફિરોઝ નો ઉપયોગ કર્યો હતો.

આ પણ જુઓ : રિયાએ NCB ને 25 નશેબાજ લોકોના નામ આપ્યા, આ 5 નામ ટોપ લિસ્ટમાં

અમદાવાદમાં શાહપુર દાણીલીમડા કારંજ શહેર કોટડા જુહાપુરા નો કેટલોક વિસ્તાર વટવા સહિતના વિસ્તારોમાં છૂટક ડ્રગ્સ મળે છે. જ્યારે મોટું કંસાઈનમેન્ટ આવે ત્યારબાદ તેનું ખેપિયાઓને છૂટક વેચાણ કરવામાં આવે અને બાદમાં તેની પડીકીઓ બનાવી વેચવામાં આવે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશાના મોટ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024