AIF – Agricultural Infrastructure Fund
- PM મોદીએ 1 લાખ કરોડ રૂપિયાના કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF – Agricultural Infrastructure Fund) લોન્ચ કર્યું છે.
- ખેતીની ઉપજ માટેના ટ્રાન્સપોર્ટેશન, માર્કેટિંગ, સ્ટોરેજ સહિતની સુવિધાઓ વધારવા માટે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF – Agricultural Infrastructure Fund) લોન્ચ કર્યું છે.
- આ ઉપરાંત PM કિસાન સ્કીમ હેઠળ 8.5 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં 17 હજાર કરોડ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા.
- આ ઉપરાંત PM મોદીએ કહ્યું કે, આજે એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF – Agricultural Infrastructure Fund) લોન્ચ કરવામાં આવ્યું છે.
- વીડિયો કોન્ફરન્સ દ્વારા PM મોદીએ જણાવ્યું કે, તેનાથી ગામે ગામ આધુનિક કોલ્ડ સ્ટોરેજની ચેઈન તૈયાર કરવામાં મદદ મળશે.
- તથા ગામમાં રોજગારના નવા અવસર તૈયાર થશે.
- PM મોદીએ 8.5 કરોડ ખેડૂતોનાં ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
- PM મોદીએ આ અંગે જણાવ્યું કે, મને એ વાતની પ્રસન્નતા છે કે, અમારી યોજનાનું જે લક્ષ્ય હતું, તે હાંસલ થઈ રહ્યું છે.
- છેલ્લા દોઢ વર્ષમાં PM કિસાન સન્માન નિધિ યોજના મારફતે 75 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોનાં એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા.
- તથા તેમાંથી 22 હજાર કરોડ રૂપિયા તો લોકડાઉન સમયે ખેડૂતો સુધી પહોંચ્યા છે.
- ફૂડ પ્રોસેસિંગને લગતી ઈન્ડસ્ટ્રી બનાવવા માટે એક લાખ રૂપિયા સુધીની મદદ મળશે.
- PM મોદીએ જણાવ્યું કે, દેશના મોટા શહેરો સુધી નાના ખેડૂતોની પહોંચ વધી રહી છે.
- ખેડૂત તાજી શાકભાજી ઉગાડવાની દિશામાં આગળ વધશે, પશુપાલન અને મત્સ્યપાલનની તરફ પ્રોત્સાહિત થશે.
- તેમાં ઓછી જમીનથી વધારે આવકનો રસ્તો ખુલી જશે, રોજગાર અને સ્વરોજગારનાં અનેક અવસર ખુલશે.
- તથા કૃષિનાં રિફોર્મ માટે પણ આ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
- તેનાથી 21મી સદીમાં દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાની તસવીર પણ બદલાશે.
- તેમજ ખેતીથી અનેક ગણી આવક પણ વધશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow