AIIMS

AIIMS

કોરોના મહામારીમાં ડોક્ટર્સ તેમજ નર્સ હડતાળો પર જઈ રહ્યા છે. ત્યારે હવે AIIMS માં કામ કરતી નર્સ યુનિયને બેમુદત હડતાળ પર જવાની ચેતણી ઉચ્ચારી હતી. આ યુનિયન આજથી હડતાળ પર જવાનું છે. નર્સ યુનિયને કહ્યું હતું કે લાંબા સમયથી અમારી માગણીઓ પર કોઈજ કામ થયું નથી. અમારી માંગણીઓ તરફ AIIMSના સંચાલકોએે ધ્યાન આપ્યું નથી.

ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું કે નર્સ યુનિયને અમારી સમક્ષ 23 માગણી મૂકી હતી. એ દરેક વિશે અમે એમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. આમ છતાં આવા કોરોના કાળમાં એ લોકોએ બેમુદત હડતાળ પર ઊતરવાનો નિર્ણય કર્યો એ ખરેખર કમનસીબ ઘટના છે.

આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા

ઉપરાંત તેમણે કહ્યું હતું કે હવે જ્યારે કોરોનાની રસી આવવાનો સમય થઇ ગયો છે ત્યારેજ નર્સ યુનિયન હડતાળ પર ઊતર્યું છે તે ચિંતાની બાબત છે. હું નર્સ યુનિયનને અપીલ કરું છું કે કામ પર પાછાં ફરો અને લોકોને કોરોના મહામારીમાં ઊગારવાના કાર્યમાં અમને સહકાર આપો. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024