વર્ષો પહેલા ભારતે જે આતંકી સર્પનું ફણ કુચડી, તેને પાતાળમાં ધકેલી દીધો હતો તે સર્પ, કાળોતરાનાં રૂપમાં ફરી એક વખત બેઠો થઇ રહ્યો હોય તેવું પાછલા થોડા સમયથી પ્રતિત થઈ રહ્યું છે. જો કે આ સર્પ સીધો જ ભારતમાં આળસ મરડી અને ઉભો થયો હોય તેવું નથી, પણ આ ખતરનાક સર્પ કેનડામાં અને કેનેડાનાં માધ્યમથી બેઠો થઈ રહ્યો છે તે વિદીત છે. જી હા, વાત કરવામાં આવી રહી છે ખતરનાક ખાલીસ્તાન આતંકી સંગઠન અને કાળોતરને ટેકો આપનાર કેેનેડાની…
ઉલ્લેખનીય છે કે, કેનેડામાં ભારતીય મૂળનાં શીખ સમુદાયનાં લોકો ખુબ બોહળા પ્રમાણમાં છે અને તે કોમ્યુનિટી આર્થિક રીતે પણ ઘણી મજબૂતાઇ ઘરાવે છે. વર્ષો પહેલા સુસુપ્ત અવસ્થામાં સરી પડેલુ ખાલસ્તાનવાદી પરિબળો ફરી કેનેડામાં કોમ્યુનિટી પાવરનો ઉપયોગ કરી રાજકીય ઓથ નીચે ઉભા થઇ રહ્યા છે. વિદીત છે કે કેનેડાની અનેક ગુરુદ્રારા અને જાહેર જગ્યા પર ખાલિસ્તાનવાદી નેતા અને લોકો(આમ તો આતંકી કે ડોન કહેવા જોઇએ) દ્વારા ભારત અને ભારત સરકારનો ખુ્લ્લે આમ વિરોધ કરવામાં આવે છે. કોમ્યુનિટી સ્ટ્રેન્થનાં કારણે કેનેડાની સરકાર પણ તેમને રોકવાને બદલે મદદ કરે છે. બસ ભારત આ જ મામલે કેનેડાથી નારાજ પણ છે અને ગિન્નાયું પણ છે. આ મામલે ભારત અને કેનેડા સરકાર વચ્ચે અનેક પ્રકારનાં આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો સહિત વિવાદો પણ થયા છે. સળગતા આ મામલામાં કેનેેડાની સરકાર અને સંસદે બળતામાં ઘી હોમ્યું હોય તેવો કાંડ કર્યો છે.
ખાલિસ્તાન મામલે ભારત સરકારની અનેક વિનંતીઓ અને સૂચનો બાદ પણ કેનેડાનો ખાલિસ્તાન તરફી પ્રેમ ઓછો થતો જોવા મળતો નથી. કેનેડાની સરકાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. તાજેતરનો મામલો હરદીપ સિંહ નિજ્જરનો છે. વાસ્તવમાં કેનેડાની સંસદમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં મૌન પાળવામાં આવ્યું. ભારત સરકાર આ મામલે વિફરી હોવાનાં અણસાર જોવામાં આવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બાબત હોવાથી આ મામલે સીધો જવાબ આપવો શક્યા નથી તે હક્કીત છે. પણ આજનું ભારત પણ હવે પહેલાનાં ભારત જેવું નથી કે કોઇ મામલે હાથ પર હાથ રાખીને બેઠુ રહે…. ભારત હવે બદલાઇ ચૂક્યું છે અને ઇંટનો જવાબ પથ્થરથી તો ઠીક પણ ગોળી અને બોમ્બથી આપી જાણે છે. આ ફક્ત કરવા માટે ની વાત નથી આપણે આ મામલાની પુષ્ટી પઠાનકોટ એરબેઇઝ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનની સરહદમાં અંદર જઇને કરવામાં આવેલ એરસ્ટ્રાઇક આપે છે.
હરદીપ સિંહ નિજ્જરની યાદમાં મૌન પાળવું તે આતંકી હુમલો નથી પણ રાજદ્વારી હુમલો છે અને ભારત દ્વારા આવા હુમલાનો જવાબ પણ હવે મુહ્ તોડ આપવામાં આવતો હોવાનું સાબિત કરી દેવામાં આવ્યું છે. જી હા, ભારતે મૌનના જવાબમાં કેનેડાને આ જ ભાષામાં જવાબ આપ્યો છે. કેનેડાના વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે 23 જૂને એર ઈન્ડિયા આતંકવાદી હુમલાની યાદમાં શ્રધ્ધાંજલી સભાના આયોજન કરવાની જાહેરાત કરી છે.
કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘ભારત આતંકવાદી કૃત્યની વિરુદ્ધ છે અને આ વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. 23 જૂન, 2024, એર ઈન્ડિયા ફ્લાઇટ 182 (કનિષ્ક) પરના ભયંકર આતંકવાદી હુમલાની 39મી વર્ષગાંઠ છે, જેમાં 329 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલાઓમાં 86 બાળકોનો પણ સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયનના ઇતિહાસમાં આ સૌથી ધિક્કારપાત્ર આતંકવાદી ઘટનાઓમાંની એક છે. 23 જૂન, 2024ના રોજ વાનકુવરમાં સ્ટેનલી પાર્કમાં એર ઈન્ડિયા મેમોરિયલ ખાતે શ્રધ્ધાંજલી સભા યોજાશે. વધુમાં વધુ સંખ્યામાં ભારતીય મૂળના લોકોએ આ કાર્યક્રમમાં આવવું જોઈએ અને આતંકવાદ સામે એકતા દર્શાવવી જોઈએ.
22 જૂન, 1985ના રોજ, એર ઈન્ડિયા ફ્લાઇટ 182 એ કેનેડાના મોન્ટ્રીયલ એરપોર્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. બીજા દિવસે એટલે કે 23 જૂન 1985ના રોજ જ્યારે પ્લેન આઇરિશ એરસ્પેસમાં ઉડી રહ્યું હતું ત્યારે એક જોરદાર વિસ્ફોટ થયો અને પ્લેનનો કાટમાળ ટુકડાઓમાં તૂટીને એટલાન્ટિક મહાસાગરમાં પડ્યો. આ હુમલો ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઓપરેશન બ્લુ સ્ટારનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પ્લેનમાં સવાર ક્રૂ સહિત તમામ 329 લોકો માર્યા ગયા હતા.
#silence, #India, #canada, #parliament, #reaction,