Airtel

Airtel

ટેલીકોમ કંપની એરટેલ (Airtel) પોતાના ગ્રાહકો માટે નવી ધમાકેદાર ઓફર લઈને આવી છે, આ ઓફરમાં ગ્રાહકોને 6GB સુધીનો ફ્રી ડેટા આપવામાં આવી રહ્યો છે. એરટેલે જુલાઈના મહિનામાં ‘ફ્રી ડેટા કૂપન’ ઓફરની શરૂઆત કરી હતી.

આ ઓફરને શરૂઆતમાં 219, 399, 449, 558, 598 અને 698 રૂપિયા વાળા પ્રીપેઇડ પ્લાન માટે લાવવામાં આવી હતી. પરંતુ હવે આ ઓફરમાં 298, 448 અને 599 રૂપિયા વાળા પ્લાન્સને પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ : Make In India : સરકાર પિનાકા રોકેટ લોન્ચર ખરીદશે

એરટેલ 84 દિવસની વેલિડિટી વાળા 598 રૂપિયા અને 698 રૂપિા વાળા રિચાર્જ પ્લાનની સાથે 6GB ડેટા વાળા વાઉચર આપી રહી છે. આ વાઉચરને યૂઝર પ્લાનની વેલિડિટી પીરિયડમાં ગમે ત્યારે રિડીમ કરી શકે છે. એટલે કે 28 દિવસસની વેલિડિટી  વાળા પ્લાનની સાથે 2GB, 56 દિવસની વેલિડિટી વાળા પ્લાનની સાથે 4GB અને 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનની સાથે 6GB ડેટા ફ્રી મળી રહ્યો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024