Akshay Kumar
અક્ષય કુમાર (Akshay Kumar) આગામી ફિલ્મમાં રાજા સુહેલ દેવના પાત્રમાં જોવા મળશે. રાજા સુહેલ દેવ પર લખાયેલું એક પુસ્તક પરથી ફિલ્મની વાર્તા લેવામાં આવી છે. આ રાજા ભારતીય ઇતિહાસના પરાક્રમી રાજાઓમાંનો એક છે.
અમિષ ત્રિપાઠીની પુસ્તકના હક્ક અશ્વિન વર્દે ખરીદવાનો છે. જે અક્ષયનો સારો મિત્ર છે. તેણે આ ફિલ્મ માટે અક્ષયનો સંપર્ક સાધ્યો છે. ફિલ્મમાં શાનદાર સ્ટંટસ બતાવામાં આવશે જેની માટે ઇન્ટરનેશનલ એકશન ડાયરેકટરને સાઇન કરવામાં આવશે.
પહેલા અશ્વિન એક નવા કલાકાર સાથે આ ફિલ્મ બનાવાની યોજના કરતો હતો. પરંતુ અક્ષય સાથેની વાતચીત પછી તેણે અક્ષયને ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ જુઓ : અમદાવાદમાં કાકાના જ દીકરાએ પરિવારના સભ્યો પર કર્યો એસિડ એટેક
સૂત્રના અનુસાર અક્ષય અને અમિષે હાલમાં જ એક મીટિંગ કરી છે. જેમાં આ પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી છે. અક્ષયે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દાખવી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.