Pfizer
અમેરિકાએ ફાઇઝર (Pfizer) કંપની સાથે તેની કોરોના રસીના બીજા 100 મિલિયન ડોઝ મેળવવા માટે સોદો કર્યો છે ત્યારે તેના કારણે આવતાં એલર્જિક રીએક્શનને કારણે આ મામલે નવેસરથી ચર્ચા શરૂ થવાના એંધાણ છે.
ફાઇઝર અને નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થ વચ્ચે જેમને વધારે એલર્જી છે તેમની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે ચર્ચા ચાલી રહી છે.ઓપરેશન રેપ સ્પિડના મુખ્ય સાયન્ટિફિક એડવાઇઝર મુન્સિફ સલાઉએ જણાવ્યું હતું કે 22 ડિસેમ્બર સુધી જે પ્રમાણમાં રીએક્શન આવ્યા છે તે અન્ય રસીઓની તુલનામાં વધારે જણાય છે.
આ પણ જુઓ : સુરત: કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘ્ઘન બદલ પાસ નેતા અલ્પેશ કથીરિયા સહિત 6 લોકોની ધરપકડ કરાઈ
યુકેના રેગ્યુલેટર્સે એડવાઇઝરી બહાર પાડી છે કે જેમને એલર્જિક રિએક્શન આવતાં હોય તેમણે ફાઇઝર-બાયોએનટેકની રસી ન લેવી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.