પતિએ પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની કરી હત્યા

પોસ્ટ કેવી લાગી?

Surat

સુરત (Surat)ના અમરોલી વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કતારગામ જીઆઇડીસીમાં કાપડ રોલ પોલીશનું કારખાનું ચલાવતા રામુ સંતરામ ગોસ્વામીની પત્નીના મોબાઇલ પર કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પૂજાને આપો એમ કહ્યું હતું. પત્નીએ અહીં કોઇ પૂજા નથી અને બીજી વખત કોલ ન કરવા કહ્યું હતું.

રામુ ઘરે આવતા પત્નીએ અજાણ્યા કોલની વાત કરી હતી અને આ અરસામાં જ ફરી કોલ આવ્યો હતો. આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા કહ્યું હતું.રામુ આ કોલમાં બોલનાર કોસાડ આવાસમાં જ રહેતા આલમનો અવાજ ઓળખી ગયો હતો. ત્યારબાદ આ બાબતે રામુ અને આલમનો ફોન પર જ ઝઘડો થયો હતો.

આ પણ જુઓ : નીકિતા હત્યા કેસમાં તૌસિફને રિવોલ્વર આપનાર શખ્સની ધરપકડ

ત્યારબાદ આલમ તેના બે મિત્ર સતલા અને અલી સાથે ચપ્પુ, છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે આવ્યો હતો. રામુએ ઘરનો દરવાજો ખોલતાની સાથે આલમ સહિત ત્રણેય જણા ચપ્પુ, છરા અને ફટકા વડે તૂટી પડયા હતા. છરા વડે પેટમાં ઉંડો ઘા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા અને ગળા, મોંઢા અને પીઠના ભાગે પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. પત્ની કવિતા અને પુત્ર રામુને બચાવવા વચ્ચે પડતા લાકડાના ફટકા વડે માતા-પુત્રને પણ માર માર્યો હતો. ઘટના અંગે અમરોલી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

આ પણ જુઓ : PM મોદીએ કોરોના વેક્સીનને લઈ કરી મોટી જાહેરાત

આરોપીઓ રામુના ગળામાંથી 25 હજાર કિંમતની સોનાની ચેઇન લઇ ભાગી ગયા હતા. ત્યારબાદ પડોશીઓની મદદથી પત્ની રામુને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાય હતા. જ્યાં રામુને મૃત જાહેર કર્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures