Cardi B
અમેરિકન રેપર કાર્ડી બી (Cardi B)એ હિંદુ ધર્મના લોકોની લાગણી દુભાવા બદલ સોશિયલ મીડિયા પર માફી માંગી છે. સિંગરે એક ફૂટવેર મેગેઝિન માટે હાથમાં રીબોકના જુતા લઇને ફોટોશેસન કરાવ્યું હતું. ફોટોમાં કાર્ડીએ લાલ ડ્રેસ પહેર્યો છે અને તેના આઠ હાથ દેખાઇ રહ્યા છે જે હિંદુ ધર્મમાં માતા દુર્ગાનું સ્વરૂપ છે.
કાર્ડી બીનો ફોટો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો. તેના પર હિંદુ ધર્મના લોકોએ હિંદુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાડયો છે. તે પછી કાર્ડીએ એક વિડિઓ દ્વારા માફી માંગી હતી.
આ પણ જુઓ : મરિયમ નવાઝનો આક્ષેપ: હું જેલમાં હતી ત્યારે ઇમરાન ખાને બાથરૂમમાં પણ કેમેરા મૂક્યા હતા
કાર્ડીએ એક વીડિયો શેર કરતા જણાવ્યું હતુ કે, મેં જ્યારે વીડિયો શૂટ કર્યો ત્યારે મને કહેવામા આવ્યું હતું કે હું એક દેવીને રિપ્રેઝન્ટ કરી રહી છું. જે શક્તિ, નારીત્વને ઉદારતાનું પ્રતીક છે. આ મને ગમ્યુ હોવાથી મેં ફોટો ક્લિક કરાવ્યો હતો. હું હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું અપમાન કરી રહી હોવાનું લાગતું હોય તો હું માફી માંગુ છું. મેં આ જાણીજોઇને કર્યું નથી. હું પણ મારા ધર્મ વિરુદ્ધની આવી હરકતો સ્વીકારીશ નહીં.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.