Abu Yusuf

Abu Yusuf

નવી દિલ્હીના ધોળાકુવા વિસ્તારમાંથી દિલ્હી પોલીસ દ્વારા આતંકી અબુ યુસુફ (Abu Yusuf) ઉર્ફે મુસ્તકીમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પકડાયેલા આઈએસના આતંકી અબુ યુસુફના ઉત્તર પ્રદેશમાં બલરામપુરમાં તેના ઘર પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસને માનવ બોમ્બ માટે ઉપયોગમાં લેવાતી જેકેટ, વિસ્ફોટકોથી ભરેલો બેલ્ટ, દારૂગોળો અને આઈએસનાા ઝંડા સહિત અનેક વસ્તુઓ મળી છે. પોલીસે જણાવ્યું કે અબુ યુસુફ (Abu Yusuf) ઘણા સમયથી ઘરે જ વિસ્ફટકો એકત્ર કરી રહ્યો હતો તેના ઈરાદા ભારે વિનાશ કરવાના હતા.

શુક્રવારે મધ્ય દિલ્હીના રીજ રોડ વિસ્તારમાંથી અથડામણ પછી પકડાયેલા મોહમ્મદ મુસ્તકીમ ખાનને લઈને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના બઢિયા ભૈસાહી ગામ પહોંચી હતી. ત્યારબાદ ગામમાં તેના ઘરની તપાસ દરમિયાન પોલીસને વ્યાપક પ્રમાણમાં વિસ્ફોટકો સાથે ફિદાયીન હુમલા માટે તૈયાર કરાયેલી બ્રાઉન રંગની જેકેટ મળી હતી. તેના પર ત્રણ વિસ્ફોટક પેકેટ્સ હતા અને બીજી એક વાદળી રંગની જેકેટ પર ચાર વિસ્ફોટક પેકેટ હતા.

આ પણ જુઓ : Indian Railway એ ચીનને આપ્યો વધુ એક આર્થિક ફટકો, જાણો વિગત

ડેપ્યુટી પોલીસ કમિશનર પી. એસ. કુશવાહે જણાવ્યું હતું કે, અબુ યુસુફ અને મોહમ્મદ મુસ્તકીમ ખાન બંને એક જ વ્યક્તિ છે. તેના ઘરેથી માનવ બોમ્બમાં ઉપયોગમાં લેવાતી બે જેકેટ જપ્ત કરાઈ છે. ઉપરાંત આઈએસનો ઝંડો, અન્ય વિસ્ફોટકો, આપત્તિજનક સાહિત્ય પણ મળ્યાં છે. કુશવાહે જણાવ્યું કે અબુ યુસુફે દિલ્હીના હેવી ફૂટબોલ વિસ્તારમાં ‘લોન વૂલ્ફ’ હુમલો કરવાની યોજના બનાવી હતી.

આ પણ જુઓ : Ambaji મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, 4 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ

દિલ્હી પોલીસ અને ઉત્તર પ્રદેશની એટીએસે અબુ યુસુફનું નેટવર્ક શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ એટીએસ અને દિલ્હી પોલીસે સાથે મળીને તેના સંપર્કમાં આવેલા લોકોની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024