• ગુજરાત સહીત દેશની સૌથી કંપની અમૂલનું ટ્વિટર એકાઉન્ટ શુક્રવારે માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે બ્લોક કરી દીધું છે.
  • જો કે, થોડા સમય પછી ટ્વિટરે પાછું એકાઉન્ટને અનબ્લોક કરી દીધું છે.
  • દેશમાં ડેરી પ્રોડક્ટની સૌથી મોટી કંપની અમૂલનું ટ્વિટર એકાઉન્ટ એક મેસેજની સાથે જોવા મળી રહ્યું હતું.
  • ચીન વિરુદ્ધ અમૂલ સતત પોતાની જાહેરાતમાં કેમ્પેઈન ચલાવી રહ્યું હતું.

  • ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા દેશની સૌથી મોટી ફ્રૂ઼ડ બ્રેડ અમૂલની માર્કેટિંગ કરવામાં આવે છે.
  • GCMMFને કોઈ પણ જાતની માહિતી વગર અમૂલના ટ્વિટર એકાઉન્ટ પર કૉશન એલર્ટ જોવા મળતા પણ ઘણું આશ્ચર્ય થયું હતું.
  • અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક થતાં જ ટ્વિટર યૂઝર્સની વચ્ચે એક મોટો મુદ્દો બની ગયો હતો.
  • તેમજ યૂઝર્સે એકાઉન્ટ બ્લોકને અમૂલના લેટેસ્ટ ક્રિયેટિવ કેમ્પેઈન ‘Exit the Dragon?’ સાથે જોડ્યું હતું.
  • આ કેમ્પેઈન અમૂલે ચીની પ્રોડ્ક્ટ્સનો બહિષ્કારના સપોર્ટ કરવા માટે ચલાવ્યું હતું.
  • આપણે જાણવાનું કે, લેટેસ્ટ અમૂલ ટોપિકલમાં રેડ અને વાઈટ ડ્રેસ પહેરેલી આઈકોનિક અમૂલ ગર્લને પોતાના દેશને એક ડ્રેગન સાથે લડીને બચાવતી જોવા મળી હતી.
  • તથા તેના પાછળ ચીની વિડીયો-શેયરિંગ મોબાઈલ એપ્લિકેશન TikTokનો લોગો પણ જોવા મળ્યો છે.
  • તેના સિવાય એડમાં મોટા મોટા અક્ષરોમાં લખેલું છે કે અમૂલ ‘Made In India’ બ્રાન્ડ છે
  • તથા તેમનું કોફ્સ પીએમ નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર અભિયાન’ પર છે.

  • GCMMFના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે, અમે ટ્વિટરને પુછ્યું છે કે આખરે આ રીતે બ્લોક કરવા પહેલા અમને જાણકારી કેમ આપવામાં આવી નથી. ટ્વિટરે અમને પહેલા માહિતી આપવી જોઈતી હતી.
  • અત્યારે ટ્વિટર દ્વારા આ આખી ઘટનાની કાર્યવાહી પર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.
  • જોકે અત્યાર સુધી ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી કે આખરે અમૂલના ટ્વિટર એકાઉન્ટ કેમ બ્લોક કરવામાં આવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024