વધુ એક ગુજરાતીનું અમેરિકામાં મોત, દુકાનમાં લૂંટના ઇરાદે કરાઇ ઘાતકી હત્યા
વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઇરાદે હત્યા થઇ છે. આણંદના સોજીત્રાના 52 વર્ષના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યા થઇ છે. આ ઘટનામાં કુલ બે લોકોની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. 7-ઈલેવનના માલિક અને એક સ્ટોર કર્મચારીનું સ્ટોરમાં ગોળીબારમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેઓ બુધવારે રાત્રે દુકાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં લૂંટ થઇ હતી.
આ અંગે ન્યુપોર્ટના પોલીસ વડાએ જણાવ્યું હતું કે, એક ગ્રાહક કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોકમાં 11:46 વાગ્યા પહેલાં જ 7-Elevenમાં ગયો હતો, તેને લાગ્યું કે કંઈક ખોટું છે અને તેણે 911 પર ફોન કર્યો.
ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓને આ સ્ટોરમાં બે લોકો મળ્યા હતા. યોર્ક કાઉન્ટીના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ બંદૂકની ગોળીથી ઘાયલ થઇને સ્ટોરના ફ્લોર પર પડ્યા હતા. તેઓ બંનેને ઘટના સ્થળે મૃત જાહેર કરાયા હતા.
ગુરુવારે સવારે સ્ટોરની મુલાકાત લેનાર 7-ઈલેવનના કાર્યકર્તાએ પટેલને સ્ટોરના માલિક તરીકે અને થોમસને કર્મચારી તરીકે ઓળખાવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ સ્ટોરમાં લૂંટના ઇરાદે બે લોકોની હત્યા થઇ હતી.
સ્ટોરનો સર્વેલન્સ કેમેરો કામ કરી રહ્યો હતો અને તપાસમાં મદદરૂપ થયો છે, પરંતુ પોલીસ અધિકારીઓએ ફૂટેજમાં શું કેપ્ચર થયું હતું તે કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ત્યાં એક શૂટર હોવાનું માનવામાં આવે છે પરંતુ પોલીસ હજી ફૂટેજ પર તપાસ કરી રહી છે. ત્યાં આવેલા શૂટરનું વધારે વર્ણન બહાર આવતા કદાચ વાર લાગી શકે છે.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું