Another setback for BJP within a month of Lok Sabha elections, India wins 10 out of 13 seats
  • સાત રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી
  • 13 માંથી 10 બેઠક પર ઇન્ડિયાનો સપાટો
  •  ભાજપ બે બેઠકોમાં સમેટાયો
  • પંજાબમાં આપનો વિજય

દેશમાં લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને જબરજસ્ત દેખાવ કરતાં ૪૦૦થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય લઈને ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભાજપને ૨૪૦ બેઠકો સુધી સિમિત કરી દીધો હતો. આ ચૂંટણીઓ પછી માત્ર એક જ મહિનામાં સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ ઈન્ડિયા ગઠબંધને અભૂતપૂર્વ દેખાવ કરતા ૧૦ બેઠકો જીતી લીધી છે જ્યારે ભાજપના હાથમાં માત્ર બે બેઠક આવી છે અને એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કમાલ કરી છે જ્યારે મમતા બેનરજીના ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં ક્લિન સ્વીપ કરી છે. 

દેશમાં પશ્ચિમ બંગાળમાં ચાર બેઠક, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઉત્તરાખંડમાં બે અને પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર તથા તમિલનાડુમાં વિધાનસભામાં એક-એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ઈન્ડિયા ગઠબંધનથી વિપરિત ભાજપને માત્ર મધ્ય પ્રદેશ અને હિમાચલમાં એક-એક બેઠક જીતી હતી. બીજીબાજુ પંજાબમાં આમ આદમી પાર્ટીના ખાતામાં પણ એક બેઠક આવી છે.

સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને ૧૦ બેઠકો જીતી લેતા એક જ મહિનામાં બીજી વખત ભાજપને મોટો ફટકો પડયો છે. આ બેઠકોના પરિણામો શનિવારે જાહેર થયા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, સાત રાજ્યોમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ દ્વારા ઊભી કરાયેલી ભય અને ભ્રમની જાળ તૂટી ગઈ છે. ખેડૂત, યુવાનો, મજૂરો, વેપારી અને નોકરિયાતો સહિત દરેક વર્ગ તાનાશાહીનો સમૂળ નાશ કરીને ન્યાયનું રાજ સ્થાપિત કરવા માગે છે. પોતાનું જીવન સારું કરવા અને બંધારણના રક્ષણ માટે જનતા હવે સંપૂર્ણપણે ઈન્ડિયા ગઠબંધનની સાથે ઊભી છે. જય હિન્દુસ્તાન, જય સંવિધાન.

 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024