રાજકોટ ક્રાઈમ ન્યૂઝ: ગુજરાતમાં અંધશ્રદ્ધા અને તાંત્રિકો સામે કડક કાર્યવાહી ચાલતી હોવા છતાં હજુ પણ અનેક લોકો તેમના કપટનો શિકાર બની રહ્યાં છે. તાજેતરના કિસ્સામાં એક ભૂવાએ નર્સિંગના અભ્યાસ કરતી યુવતીને પોતાની આડકતરી જાળમાં ફસાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવથી હેરાન થઈ યુવતીએ અંતિમ પગલું ભરી લેવાનો નિર્ણય કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કેતન સાગઠિયા નામના ભૂવાએ નર્સિંગ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું, જે બાદ યુવતીને પોતાની જીંદગી ગુમાવવાની ફરજ પડી. ભૂવાએ યુવતીને ભયમાં મૂકીને કહ્યું હતું કે, “તારા પિતા અને ભાઈનું મૃત્યુ નિશ્ચિત છે, અને તે રોકવા માટે વિધિ કરાવવી પડશે.” આ રીતે ભૂવાએ તેને આ જાળમાં ફસાવી હતી. મેલીવિદ્યામાંથી મુક્તિ મેળવવા માટે યુવતીએ વારંવાર કેતન સાગઠિયાના સંપર્કમાં રહેવું પડતું હતું.