છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક લોકોએ તાણા ગ્રામ પંચાયત ને રજુઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિકાલ ન આવતાં આખરે તંત્ર નો સહારો લીધો.
તાણા ગ્રામ પંચાયતની ગાયત્રીનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરવો બન્યો માથાનો દુઃખાવો.
આજુબાજુ માં તક્ષશિલા સોસાયટી, ચામુંડા સોસાયટી અને મારુતિનગર સોસાયટી આવેલ છે અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ બનાવવામાં આવેલ ત્યારે સોસાયટીના ભાગથી ઊંચો રસ્તો બનાવવા થી સોસાયટીના રહીશો ને પાણી ભરાવવા નો મામલો સામે આવ્યો છે.
ત્યારે સોસાયટીમાં રહેતા લોકોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે તક્ષશીલા સોસાયટી ના અશોક મોહન ઠકકર દ્વારા દબાણ કરતાં બાળકો ને શાંતિનગર પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરવા જવામાં અવરોધ ઉત્પન્ન કર્યો છે.
અને ગટર વ્યવસ્થા માટે સોસાયટી ના રહીશો એ વેચાણ જમીન લઈને નિકાલ માટે વ્યવસ્થા કરી હતી જેમાં આવા માથાભારે શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ભૂગર્ભ ગટર લાઇન ની વ્યવસ્થા કરી બાળકો માટે પગદંડી અને ખુલ્લી કરવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
અગાઉ ત્રણ ચાર મહીના પહેલા દબાણ દુર કરવામાં આવ્યું હતું ત્યારે ફરીથી દબાણ કરતાં ઉગ્ર રજુઆત કરવામાં આવી.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી