પાટણ : ફટાકડાના સંગ્રહ તથા વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા આ કચેરીમાં અરજી કરી શકાશે

પોસ્ટ કેવી લાગી?

sale of fireworks

આગામી દિવાળીના તહેવાર પ્રસંગે સમી પ્રાંત હેઠળના હારીજ, સમી અને શંખેશ્વર તાલુકામાં ફટાકડાના સંગ્રહ તથા વેચાણ (sale of fireworks) માટે હંગામી પરવાનો મેળવવા રસ ધરાવતા ઈસમો પાસેથી અરજીઓ મંગાવવાની શરૂઆત કરવામાં આવી છે.

આ પરવાનો મેળવવા માટે અરજદારશ્રીઓએ ધ એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયમ-૧૧૩માં દર્શાવેલા આધારો સહ ફોર્મ એ.ઈ.૫ (FORM A.E.5) માં અરજી કરવાની રહેશે. અરજી ઉપર રૂ.૦૩/-નો કોર્ટ ફી સ્પેમ્પ લગાવી અરજી સાથે ધ એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયમ-૧૦૦ મુજબ શિડ્યુલ VI પોર્ટ-૨(એ) (૮)(બી) મુજબની સ્ક્રુટીની ફી રૂ.૨૦૦/- તેમજ પોર્ટ-૨ (બી) (VI) (૧)(એ) મુજબની લાયસન્સ ફી રૂ.૬૦૦/- ‘‘૦૦૭૦ અધર એડીએમ’’ સદરે બેંક/તિજોરીમાં ચલણથી જમા કરાવી તેનું અસલ ચલણ રજૂ કરવાનું રહેશે.

એ સાથે સાથે અરજદાર કોઈ ગુનામાં સંડોવાયેલ નથી, તેમજ અરજદારને કોઈ સજા કે દંડ થયેલ નથી તે મતલબનું સબંધિત કાર્યક્ષેત્ર હેઠળના ક્ષેત્રીય પોલીસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર સામેલ રાખી તા.૧૭/૧૦/૨૦૨૦ સુધીમાં મદદનીશ કલેક્ટર વ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, સમીની કચેરીએ મોકલી આપવાના રહેશે.

વધુમાં અરજી સાથે રહેણાંક, જન્મ તારીખના પુરાવા સામેલ રાખવાના રહેશે. અરજી ફોર્મ હારીજ, સમી તથા શંખેશ્વર તાલુકાની મામલતદાર કચેરીના એટીવીટી શાખામાંથી કચેરી સમય દરમ્યાન ચાલુ દિવસોમાં મળી શકશે. કોઈપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી સ્વિકારવામાં આવશે નહીં. સમી પ્રાંત હેઠળના હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના અરજદારોએ આગામી તા.૧૭ ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે.

સદર પરવાના ગ્રામ્ય/નગર પંચાયત/નગરપાલિકા નક્કી કરે તેવી સુરક્ષિત જગ્યાએ પ્લોટ મેળવનારને આપવામાં આવશે. આથી અરજદારશ્રીઓએ હંગામી ફટાકડા પરવાનો મેળવવાની અરજીમાં ગ્રામ્ય/નગર પંચાયત/નગરપાલિકા તરફથી ફાળવવામાં આવેલા પ્લોટ નંબર તથા સ્થળની સ્પષ્ટ વિગત અવશ્ય દર્શાવવાની રહેશે. પરવાનો મેળવવાની માંગણી કરતાં અરજદારશ્રીઓએ પરવાનો મેળવ્યા પછી પરવાનાની શરતોનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures