• ઉત્તર ગુજરાતની પ્રથમ હોસ્પિટલને COVID19 ટેસ્ટ સેમ્પલ ચકાસવા માટે મંજૂરી મળતાં હવે માત્ર ૬ થી ૮ કલાકના ટૂંકા ગાળામાં મળશે પરીણામ
  • બે માઈક્રો બાયોલોજીસ્ટ અને આઠ લૅબ ટેક્નિશિયને ૧૨-૧૨ કલાકની ડ્યુટી કરી રોજના ૨૦૦ જેટલા સેમ્પલ તપાસવાની તૈયારી દર્શાવી
  • નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણના કારણે વધી રહેલા પોઝીટીવ કેસોના નિદાન માટે ICMR દ્વારા પાટણની ધારપુર જનરલ હોસ્પિટલને COVID19 ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લામાંથી લેવામાં આવતા COVID19ના ટેસ્ટ સેમ્પલની હવે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે જ તપાસણી શક્ય હોઈ માત્ર ૬ થી ૮ કલાકમાં ટેસ્ટ સેમ્પલનું પરિણામ મળી શકશે.
  • ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે રીયલ ટાઈમ પોલીમરાઈઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ માટેના ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની લૅબોરેટરીમાં કોરોના વાયરસના ટેસ્ટ સેમ્પલની ઝડપી ચકાસણી શક્ય બની છે. જિલ્લામાંથી લેવામાં આવેલા COVID19ના ટેસ્ટ સેમ્પલની તપાસણી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી શક્ય બનતાં માત્ર ૬ થી ૮ કલાકના ગાળામાં ટેસ્ટનું પરિણામ જાણી શકાશે. અગાઉ આ સેમ્પલ અમદાવાદ ખાતે તપાસણી માટે મોકલવામાં આવતા હતા જેમાં ૨૪ કલાક કે તેથી વધુ સમય લાગતો હતો.
  • આ અંગે વાત કરતાં ધારપુર જનરલ હોસ્પિટલના માઈક્રો બાયોલોજીસ્ટ ડૉ.વિપુલભાઈ ખખ્ખરે જણાવ્યું કે, COVID19ના સંક્રમણની વિપરીત પરિસ્થિતીમાં ઝડપથી તેનું નિદાન થાય અને યોગ્ય સારવાર મળી રહે તથા જિલ્લાની જનતાને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અમે કોઈપણ જાતની રજા ભોગવ્યા વગર રાઉન્ડ-ધ-ક્લોક ફરજ બજાવવા તૈયાર છીએ.
  • ડૉ.વિપુલભાઈ ખખ્ખર, મહેસાણા જિલ્લામાંથી ડેપ્યુટ કરવામાં આવેલા માઈક્રો બાયોલોજીસ્ટ ડૉ.નિતેશભાઈ પટેલ અને ધારપુર જનરલ હોસ્પિટલના સ્ટાફના ૦૮ જેટલા લૅબ ટેક્નિશિયનની ફરજ માટેની આ તત્પરતાના કારણે હોસ્પિટલ ખાતે રોજના મહત્તમ ૨૦૦ જેટલા ટેસ્ટ સેમ્પલ તપાસી શકાશે.
  • ધારપુર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડૉ.યોગેશાનંદ ગોસાઈએ જણાવ્યું કે, પાટણ જિલ્લાની જનતાને ઝડપી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તમામ તબીબી સ્ટાફ કટીબદ્ધ છે. ઉત્તર ગુજરાતની એકમાત્ર ધારપુર જનરલ હોસ્પિટલને COVID19ના ટેસ્ટ સેમ્પલ ચકાસવાની મંજૂરી મળતાં ટૂંકા ગાળામાં પરીણામ મળવાથી ઝડપથી સારવાર શક્ય બનશે.
  • કોરોના વાયરસ મહામારીની શરૂઆત સાથે જ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા રાજસ્થાન તથા ગુજરાત રાજ્ય માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલી AIIMS જોધપુર દ્વારા આ ટેસ્ટ માટે મંજૂરી આપવમાં આવી છે. AIIMS જોધપુર દ્વારા મોકલવામાં આવેલા ટેસ્ટ સેમ્પલની ૧૦૦ ટકા એક્યુરસી સાથેના રીઝલ્ટને ધ્યાને લઈ આપવામાં આવેલી આ મંજૂરી માટે ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.
  • પાટણ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન અને ધારપુર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડૉ.યોગેશાનંદ ગોસાઈના પ્રયાસોથી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ માટે અપેક્ષિત સુવિધાઓથી સજ્જ આધુનિક લૅબોરેટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું. સાથે સાથે હોસ્પિટલના લૅબ ટેક્નિશિયન્સ તથા માઈક્રો બાયોલોજીસ્ટને અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે COVID19ના ટેસ્ટ સેમ્પલ ચકાસવાની તાલીમ પણ આપવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024