તમે પણ કડકડતી ચલણી નોટોના શોખીન છો? તો આ જરૂર વાંચો

Are you also fond of hard currency notes So read this need
- Advertisement -

This browser does not support the video element.

દિવાળી એટલે કડકડતી ચલણી નોટો સાથે નવું વર્ષ શરૂ કરવાનો અવસર, આથી દિવાળી(Diwali) પહેલાં જ બેન્કોમાંથી રોકડ ઉપાડવાનું લોકો શરૂ કરી દેતા હોય છે. બેન્કો પણ દિવાળી પહેલાં રોકડ ટ્રાન્ઝેક્શનોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી લેતી હોય છે. આ રોકડ ચેસ્ટ રૂમ(Currency Chest)માં સ્ટોર કરાય છે. અમદાવાદ શહેરની એક બેન્કના ચેસ્ટ રૂમમાં વર્ષે રૂ.773 કરોડથી વધુ રોકડનું વિતરણ થતું હોય છે. માત્ર દિવાળીના તહેવારોમાં જ નવી ચલણી નોટોની ડિમાન્ડ રહે છે અને આ દિવસોમાં રૂ.70થી 80 કરોડનું વિતરણ થાય છે.

બેન્કના ચેસ્ટ રૂમની સિક્યોરિટી(Security) પણ એટલી જ કડક હોય છે. અમદાવાદ(Ahmedabad) શહેરની એક બેન્કે ચેસ્ટ રૂમની આ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચેસ્ટ રૂમમાંથી ચલણી નોટોને એક લોખંડની બેગમાં ગણીને બ્રાન્ચ(Branch) સુધી સિક્યોરિટી ગાર્ડ સાથે મોકલાતી હોય છે. દરેક બેન્કની તમામ બ્રાન્ચમાં અને બેન્કના એટીએમ(ATM)ની સંખ્યા પ્રમાણે રોકડ મોકલાતી હોય છે.

Currency chest room

ચાવી લગાડ્યા બાદ નક્કી કરેલા સમય પછી જ દરવાજો ખૂલી શકે છે

ચેસ્ટ રૂમ બેન્કના ભોંયરામાં હોય છે. એમાં લોખંડની તિજોરી દીવાલમાં ચણેલી હોય છે, જેનો માત્ર દરવાજો બહાર હોય છે. ચેસ્ટ રૂમમાં નક્કી કરેલા બે કે ત્રણ કર્મચારી જ પ્રવેશ કરી શકે છે. તેમની પાસે અલગ અલગ ચાવી હોય છે. આ ચાવીઓ સાથે લગાવ્યા બાદ જ નિયત કરેલા સમય પછી તાળું ખૂલે છે. તાળું ખૂલે ત્યારે મોટો અવાજ આવે છે. સિક્યોરિટી સિસ્ટમ આરબીઆઈ(RBI)ની ગાઇડલાઇન મુજબ હોય છે.

ચેસ્ટમાં કામ કરતા કર્મચારીઓ મશીનની ઝડપે નોટ ગણી શકે છે

ચેસ્ટ રૂમ સંભાળતા કર્મચારીની બદલીઓ ખૂબ ઓછી થતી હોય છે. શહેરની એક બેન્કના ચેસ્ટ રૂમ સંભાળતા કર્મચારી પાસે નોટોના બંડલમાંથી નકલી નોટને અલગ તારવવાની આગવી આવડત હોય છે. તેમની નોટો ગણવાની ઝડપ પણ મશીન જેવી હોય છે.