Paul Bartel

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) એ ડ્રગ કેસમાં ઓસ્ટ્રેલિયન મૂળના આર્ટિટેક્ટ પૌલ બાર્ટલ (Paul Bartel) ની ધરપકડ કરી છે. પૌલ બાર્ટલ પકડાયેલ ડ્રગ સપ્લાયર અગિસીઆલોસ ડેમેટ્રિયાદેસ અને અર્જુન રામપાલનો નજીકનો મિત્ર છે. 

NCB એ બુધવારે રાત્રે બાન્દ્રામાં પૌલ બાર્ટલના ઘર પર રેડ કરી હતી. ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો. જેમાં અંદાજે 9 કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલા એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘર પર પણ છાપામીરી કરી હતી અને કેટલાક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ તેમજ પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી. તેના બાદ એનબીસીએ અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગ્રૈબિએલાને સમન મોકલાવ્યુ હતું. આ ઉપરાંત એનસીબીએ અર્જુન રામપાલના ડ્રાઈવરની પણ પૂછપરછ કરી હતી. 

આ પણ જુઓ : ઇઝરાયેલે ઇરાનમાં ઘુસીને અલ કાયદાના નેતા અલ મસરીને ઠાર કર્યો

એનસીબીના સૂત્રો અનુસાર, અર્જુન રામપાલ અને ધરપકડ કરવામાં આવેલ પૌલ બાર્ટલને આમને-સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024