Grabiella demetriades
બોલીવુડ સંલગ્ન ડ્રગ્સ કેસમાં NCBએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સ (Grabiella demetriades)ને પૂછપરછ માટે બોલાવી હતી. ગ્રેબિએલા આજે તેના વકીલ સાથે સવારે 11 વાગે NCB ઓફિસ પહોંચી હતી.
આ અંગે તપાસ એજન્સીએ અભિનેતા અર્જુન રામપાલને પૂછપરછ માટે 12 નવેમ્બરનું સમન પાઠવ્યું છે. સોમવારે તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને પણ અટકાયતમાં લઈને કલાકો સુધી પૂછપરછ કરી હતી.
આ પણ જુઓ : Online News Portal અને Web Content પર મોદી સરકારનો મોટો નિર્ણય
એક પોલીસ અધિકારીની જાણકારી મુજબ મુંબઈના પરા વિસ્તારમાં 47 વર્ષના અભિનેતાના ઘરની તલાશી દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરાયા. અભિનેતાના ઘરે સર્ચ અભિયાન હાથ ધરાયું તેના એક દિવસ પહેલા એનસીબીએ જૂહુમાં બોલીવુડ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરેથી કથિત રીતે ગાંજો મળી આવ્યા બાદ પત્ની શબાના સઈદની ધરપકડ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.