Arnab Goswami
રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની પોલીસે આજે ધરપકડ કરી છે. અલીબાગમાં રજિસ્ટર્ડ એક જૂના કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે.
ચાલુ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર તરફથી સીઆઈડી તપાસના આદેશ અપાયા હતા. પોલીસે અર્નબના ઘરે સર્ચ અભિયાન ચલાવ્યું. સીઆઈડી દ્વારા અર્નબ ગોસ્વામી અને બે અન્ય દ્વારા કથિત રીતે બાકી લેણાની રકમ ન આપવા બદલ 53 વર્ષના એક ઈન્ટીરિયર ડિઝાઈનર અને તેની માતાના આત્મહત્યા કરવાના મામલે પુર્ન તપાસ કરવાના આદેશ અપાયા હતા.
આ પણ જુઓ : ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને લઇ ફ્રાન્સ લાવશે નવો કાયદો
કથિત રીતે અન્વય નાઈક દ્વારા લખાયેલી સ્યૂસાઈડ નોટમાં કહેવાયું હતું કે આરોપીઓએ તેમના 5.40 કરોડ રૂપિયાની ચૂકવણી કરી ન હતી એટલે તેમણે આત્મહત્યાનું પગલું ઉઠાવવું પડ્યું. રિપબ્લિક ટીવીએ આરોપોને ફગાવ્યા હતાં.
રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકની પુત્રી આજ્ઞા નાઈકે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીગઢ પોલીસે બાકી રકમ ન આપવાના કેસની તપાસ કરી નહતી. આથી અન્વય અને તેમની માતાએ આત્મહત્યા કરવી પડી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.