Arnab Goswami

Arnab Goswami

મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ માટે 40 સભ્યોની એક ટીમ બનાવી હતી. ગૃહ વિભાગે કોંકણ રેન્જના મહાનિરીક્ષક સંજય મોહિતેને નેતૃત્વની જવાબદારી સોંપી. અર્નબ ગોસ્વામીની બુધવારે તેમના મુંબઈ સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં હતી. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલ મુજબ રાયગઢ પોલીસે ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતા કુમુદની કથિત આત્મહત્યાઓની તપાસ ફરીથી શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ થોડા દિવસોમાં જ ‘ઓપરેશન અર્નબ’ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઓપરેશનમાં મુંબઈ અને રાયગઢ પોલીસના 40 કર્મીઓ સામેલ કરાયા હતા. 

આ પણ જુઓ : દિલ્હીમાં તમામ પ્રકારના ફટાકડા બનાવવા કે ફોડવા પર પ્રતિબંધ

અર્નબની ધરપકડની યોજનાનો ડ્રાફ્ટ સંજય મોહિતે તૈયાર કર્યો, જ્યારે તેને અંજામ આપવાની જવાબદારી હાઈ પ્રોફાઈલ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વેજને સોંપવામાં આવી.

ટીમના સભ્યએ કહ્યું કે, ‘અમને ડર હતો કે જો જાણકારી લીક થઈ તો અર્નબ ધરપકડથી બચવા માટે શહેરની બહાર જઈ શકે છે. ટીમના સભ્યએ જણાવ્યું કે આ એક યોજનાબદ્ધ ઓપરેશન હતુ અને નાના નાના મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. પહેલેથી નક્કી કરાયું હતું કે દરવાજો કોણ ખખડાવશે, કોણ અર્નબ અને તેના પરિવારના સભ્યો સાથે વાત કરશે અને જો તે વિરોધ કરે તો શું કાર્યવાહી કરવામાં આવશે.’

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.