Taiwan
હાલના સમયમાં અમેરિકા અને ચીન વચ્ચેનો ખુબજ તણાવ ચાલી રહ્યા છે. આવા સંજોગોમાં તાઇવાન (Taiwan) પર ચીની હૂમલાની આશંકા વર્તાઈ રહી છે. જેને કારણે અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાના શક્તિશાળી યુદ્ધ જહાજ અને એરક્રાફ્ટ વાહક યુએસએ રોનાલ્ડ રીગનને ગોઠવ્યું છે.
તાઇવાન (Taiwan)ની સીમા પર ચીની સૈનિકો અને જંગી જહાજોનોની તૈનાત સતત વધી રહ્યો છે. અમેરિકી સેના તેમજ ચીની નૌસેના સાઉથ ચાઇના સીમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ સંજોગોમાં જેના કારણે બંને વચ્ચે ઘર્ષણની સંભાવના વધી ગઇ છે. દક્ષિણ ચીની સમુદ્રમાં યુદ્ધાભ્યાસને લઇને અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં દરેક દેશને ઉડાન ભરવા, સમુદ્રમાંથી પસાર થવામાં તેમજ આતંરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે સંચાલન કરવામાં અમેરિકા મદદ કરશે.
આ પણ જુઓ : Rahul Gandhi એ ચીન મામલે PM નરેન્દ્ર મોદીને ફરી ઘેર્યા
ચીનનો ઈરાદો દક્ષિણ ચીની સમુદ્રના આ આખા વિસ્તાર પર કબ્જો કરવાની છે. ચીન અત્યારે તાઇવાન સીમા પર મોટી સંખ્યામાં મરીન કમાન્ડો, સૈન્ય હેલિકોપ્ટર ને લેન્ડિંગ શીપની ગોઠવણ કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ચીની સેના તાઇવાનના જે ટાપુઓ છે તેના પર કબ્જો કરવાના પ્રયત્નો કરી રહી છે. જેના માટે ચીનની પિપલ્સ લિબરેશન આર્મી હૈનાન ટાપુ પર યુદ્ધાભ્યાસની યોજના બનાવી રહી છે.
આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા
ચીન 1949ના વર્ષથી જ તાઇવાન પર દાવો કરી રહ્યું છે. માઓત્સે તુંગના નેતૃત્વની અંદર કમ્યુનિસ્ટ પાર્ટીએ ચિયાંગ કાઇ શેકની સરકારનો સત્તા પલટો કરાવ્યો હતો. ત્યારબાદ ચિયાંગે તાઇવાન પર જઇને પોતાની સરકાર પમ બનાવી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.