Nikita murder case
ફરીદાબાદની નીકિતા તોમરની હત્યાના કેસમાં (Nikita murder case) પોલીસે અઝરુ નામના શખ્સની ધરપકડ કરી. નૂંહ જિલ્લામાં વસતા અઝરુ નામના શખ્સએ તૌસિફને રિવોલ્વર લાવી આપી હતી. પોલીસે આ શખ્સને ઝડપી લીધો હતો. આ હત્યા કરવા માટે તૌસિફે વાપરેલી મોટરકારના માલિકની પણ પોલીસ પૂછપરછ કરી રહી હતી.
તૌસિફ છેલ્લા બે ત્રણ વર્ષથી નીકિતાને હેરાન કરતો હતો. એ નીકિતાને મુસ્લિમ ધર્મ સ્વીકારીને પોતાની સાથે લગ્ન કરવાનું દબાણ કરતો હતો. તાજેતરમાં એ પોતાની કૉલેજની બહાર નીકળી કે તરત તૈાસિફે એને ગોળી મારી હતી. ત્યારબાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નીકિતાનું મોત નીપજ્યું હતું. વલ્લભગઢની અગ્રવાલ કૉલેજની બહાર આ ઘટના બની હતી.
આ પણ જુઓ : PM મોદીએ કોરોના વેક્સીનને લઈ કરી મોટી જાહેરાત
પોલીસના કહેવા મુજબ તૌસિફ અને એનો સાથી રેહાન કારમાં નીકિતાના અપહરણનો પ્રયાસ કરી રહ્યા હશે. જેમાં સફળતા ન મળતાં તૌસિફે રોષે ભરાઈ નીકિતા પર ગોળી ચલાવી હતી. પોલીસે તૌસિફ અને રેહાનને તરત પકડી લીધાં હતાં.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.