exotic birds

સાઈબીરિયા, રશિયા, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, ઈરાન, ઈરાક, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, હોલેન્ડ, ભારતના ઠંડા પ્રદેશો, તિબેટના પક્ષીઓએે સરધારપુર ગામ પાસે આવેલ નદીના ડેમ સાઈટ પાસે ધામાં નાખ્યા છે.

“પંછી નદીયા પવન કે જોકે કોઇ સરહદ ઇને ના રોકે” આ પક્તિને સાર્થક કરતું હોય તે રીતે વિદેશી પક્ષીઓ દૂર દૂર થી પોતાના જતન માટે જેતપુર તાલુકાના સરધારપુર પાસે આવેલ નદી કોબા ચેક ડેમ સાઈટ) ને વસવાટ બનાવ્યો છે જેથી અહીંની નદી યાયવર પક્ષીઓથી ગુંજી ઉઠી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામ પાસેથી પસાર થતી નદીમાં આ વર્ષે શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતાં જ વિદેશી પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં અનેક વિદેશી પક્ષીઓ ધામા નાખ્યા છે ત્યારે ખાસ કરી મુખ્ય-20 દેશોના અલગ-અલગ પ્રકારના પક્ષીઓ સરધારપુર ગામની નદીના કોબા ચેક ડેમ પાસે આ વર્ષે ધામા નાખ્યા છે.

આ વિદેશી પક્ષીઓના આગમન થી જાણે કુદરતે ચાર ચાંદ લગાવ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પક્ષીઓ હાલમાં પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

શિયાળાની કાતિલ ઠંડીમાં હુફ માટે હિજરત કરતા આ વિદેશી પક્ષીઓ મોટાભાગે સાઇબિરીયા મોનગોલીયા કોરીયા જેવા દેશમાંથી આવે છે આ પ્રદેશ માં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય છે માટે પક્ષીઓ ને ખોરક મેળવવો પણ મુશ્કેલ બને છે જેથી કામ ચલાવ ધોરણે હુફ અને ખોરાક મેળવવા હિજરત કરતા હોઈ છે ત્યારે સરધારપુર ગામ તરફ હિજરત કરી આવ્યા છે આ પક્ષીઓ ને મિઠુ પાણી લીલો સેવાળ અને માછલી સહિત નો ખોરાક મળી રહે છે.

સરધારપુર ગામની બાજુમાંથી નીકળીતી ભાદર ડેમ પરના બંધને કોબા ચેકડેમ સાઈટ તરીકે ઓળખાય છે. આ જગ્યા પર વિદેશીપક્ષીઓનો નજારો જોઈને અભિભૂત થાય છે. આ જગ્યાએ અનેક પ્રકારના પક્ષીઓ ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે બતકો, હંસ, કુંજ, વાબગલી, ધોળકા, પેણ, ઢોક, ફ્લેમિંગો, સુરખાબ, રાજહંસ, ગારખાદ, રાતાપગ, રૃપેરીપણ, શંખલો, ટીટોડી, નાની ખલિલી, સેન્ડપીયરનું આગમન થયું છે. ત્યારે હાલમાં મોટી સંખ્યામાં સરધારપુર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં વસતાં લોકો પોતાના પરિવાર સાથે આ વિદેશી પક્ષીઓને જોવાનો નજારો માણી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024