- મણિપુરમાં સીઆરપીએફ અને સ્ટેટ પોલિસીની ટીમ પર હુમલો
- સીઆરપીએફ જવાન થયા શહીદ
- જીરીબામ જિલ્લામાં બની ઘટના
મણિપુરના જીરીબામમાં અજાણ્યા હથિયારધારી શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સીઆરપીએફ અને સ્ટેટ પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કરવામાં આવ્યો. જેમાં એક જવાન શહીદ થયા. છે જ્યારે 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે બદમાશોએ આ હુમલો જુલાઇના રોજ સવારે 9 કલાક અને 40 મિનિટે કર્યો હતો.
હુમલાખોરોએ CRPF અને સ્ટેટ પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલો ઘાત લગાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક સીઆરપીએફના જવાન અજય કુમાર જા (ઉ.વ.43, બિહાર) શહીદ થયા છે જ્યારે ત્રણ પોલીસ કર્મચારી પણ ઘાયલ થયાના અહેવાલો મળ્યા છે.
20 બટાલિયન સીઆરપીએફ અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એક સાથે ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન સંયુક્ત ટીમ પર ઘાત લગાવીને બદમાશોએ હુમલો કર્યો હતો. હુમલા સમયે ત્રણ જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે. આ સિવાય એક સીઆરપીએફના જવાનનું ગોળી લાગતા મોત થયું છે. પોલીસ રિપોર્ટ અનુસાર, સંયુક્ત સુરક્ષા દળ 13 જુલાઇએ થયેલી ગોળીબારની ઘટના સંબંધિત તપાસ અભિયાન ચલાવવા માટે જીરીબામ જિલ્લા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મોનબંગ ગામ પાસે બની હતી.