કાગવડ ખાતે પાટીદાર સમાજ માં કડવા અને લેઉવા પાટીદાર સમાજ ના આગેવાનો ની પાટીદાર સમાજ ને એક તાંતણે બાંધવા ના નિવેદનો સાથે રાજકારણ ગરમાયું છે.
પાટીદાર સમાજ ની બેઠક માં અને ત્યાર બાદ પણ પાટીદાર આગેવાનો એવા નેતાઆે વિવિધ પ્રકારે નિવેદનો થી વિરોધાભાસ અને વિવાદ સર્જાઈ રહ્યા છે.થોડા દિવસ ખોડલ ધામ ના નરેશ પટેલના નિવેદન બાદમાં દિલીપ સંઘાણીનું નિવેદન બાદ હજુ પણ પાટીદાર આગેવાનો એવા રાજકીય નેતાઆેના નિવેદન સામે આવી રહ્યા છે.
આ અગ્રણીઆે ના નિવેદનો તેમના પોતાના અંગત મંતવ્યો હોવાનું પાટીદાર સંસ્થાઆેના આગેવાનો કરી રહ્યા છે. તેવામાં ઉંઝા ઉમિયા ધામના મંત્રી દિલીપ પટેલ પણ નિવેદન કયુઁ છે કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ ને એક તાંતણે બાંધવાના અમારા પ્રયાસ સારા છે. અને સમાજ હવે એક તાંતણે બંધાવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.